NRI Samachar

News of Thursday, 18th May, 2017

‘‘નેશનલ જ્‍યોગ્રાફિક બી'' સ્‍પર્ધામાં પ્રથમ સ્‍થાન મેળવી ભારતનું હીર ઝળકાવતો ૧૪ વર્ષીય વિદ્યાર્થી પ્રણવ વારાડા : ૫૦૦૦૦ ડોલરની સ્‍કોલરશીપ ઉપરાંત માતાપિતા સાથે ચાઈલેન્‍ડના પ્રવાસની તક તેમજ લાઈફ ટાઈમ મેમ્‍બરશીપની નવાજેશ : ત્રીજો નંબર મેળવી ઈન્‍ડિયન અમેરિકન વિદ્યાર્થી ન્‍યુજર્સી સ્‍થિત વેદા ભટ્ટરામએ પણ ભારતનું ગૌરવ વધાર્યુ

         વોશીંગ્‍ટન : યુ.એસ.માં યોજાયેલી ‘‘નેશનલ જ્‍યોગ્રાફિક બી'' સ્‍પર્ધામા ઈન્‍ડિયન અમેરિકન ૧૪ વર્ષીય પ્રણવ વારાડાએ પ્રથમ સ્‍થાન મેળવ્‍યું છે. તેને ૫૦ હજાર ડોલરની સ્‍કોલશીપ મળશે. ગયા વર્ષે આ વિદ્યાર્થી ટોપ ટેનમાં છઠ્ઠા સ્‍થાને હતો.

         સ્‍પર્ધામાં ત્રીજો નંબર પણ ઈન્‍ડિયન અમેરિકન વિદ્યાર્થી ન્‍યુજર્સી સ્‍થિત વેદા ભટ્ટરામએ મેળવ્‍યો છે. તેને ૧૦ હજાર ડોલરની સ્‍કોલરશીપ મળશે.

         સ્‍પર્ધામાં પ્રથમ સ્‍થાન મેળવી ભારતનું ગૌરવ વધારનાર પ્રણવ ટેકસાસમાં રહે છે. તેના માતાપિતા ૧૯૯૦ ની સાલથી અમેરિકામાં સ્‍થાયી થયા છે.

         ઉલ્લેખનીય છે કે આ અગાઉના વર્ષોમાં ૧૦ ઈન્‍ડિયન અમેરિકન વિદ્યાર્થીઓ આ સ્‍પર્ઘામાં પ્રથમ સ્‍થાન હાંસલ કરી ચૂક્‍યા છે. ચાલું વર્ષમાં પ્રથમ સ્‍થાન હાંસલ કરનાર પ્રણવને સ્‍કોલરશીપ ઉપરાંત તેના પરિવાર સાથે ગાલાયાગોસ આઈલેન્‍ડનો પ્રવાસ કરવાની તક અપાશે. તેમજ નેશનલ જયોગ્રાફિક સોસાયટીની લાઈફટાઈમ મેમ્‍બરશીપ અપાશે.

 (11:13 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS