NRI Samachar

News of Thursday, 18th May, 2017

સજાતીય લગ્નોને માન્‍યતા આપનાર વિશ્વના સૌપ્રથમ દેશ આયર્લેન્‍ડને પ્રાઈમ મિનિસ્‍ટર પણ ‘ગે' મળે તેવી શક્‍યતા : વર્તમાન પ્રાઈમ મિનીસ્‍ટર એન્‍ડા કેન્નીએ રાજીનામુ આપતા ભારતીય મૂળના લીઓ વારાડકર માટે ચૂંટાઈ આવવાના ઉજ્જવળ સંજોગો : હાલમાં સોશીયલ પ્રોટેકશન મિનિસ્‍ટર તરીકે જવાબદારી સંભાળતા આ ઈન્‍ડો આઈરીશમેન વારાડકરએ ૨૦૧૫ ની સાલમાં પોતાની જાતને ‘‘ગે'' તરીકે ઘોષિત કરી હતી

         આયર્લેન્‍ડ : આયર્લેન્‍ડના પ્રાઈમ મિનિસ્‍ટર એન્‍ડા કેન્નીએ ગઈકાલ ૧૭ મે ના રોજ રાજીનામું આપતા તેમની જગ્‍યાએ કદાચ સૌપ્રથમવાર એક ગે વ્‍યક્‍તિ પ્રાઈમ મિનીસ્‍ટર બને તેવી શક્‍યતાનું નિર્માણ થયું છે.

         આ ગે એટલે કે સજાતિય સેક્‍સ ધરાવતી વ્‍યક્‍તિ ભારતીય મૂળના આયર્લેન્‍ડમાં સ્‍થાયી થયેલા ઈન્‍ડો આઈરીશમેન લીઓ વારાજકર છે.

         જેઓ ભારતના મુંબઈના વતની છે. તેમના પિતા ડો. અશોક વારાડકર રાજકિય આગેવાન હતા.

         હાલમાં આ ઈન્‍ડો આઈરીશમેન લીઓ વારાડકર આયલેન્‍ડના સોશીયલ પ્રોટેકશન મિનિસ્‍ટર છે. તથા ત્‍યાર પહેલા તેઓ ટ્રાન્‍સપોર્ટ, ટુરીઝમ તથા સ્‍પોર્ટસ મંત્રી હતા. ૨૦૧૧ ની સાલથી રાજકિય ક્ષેત્રે અગ્રણી ૩૮ વર્ષીય વારાડકરએ પોતાની જાતને ૨૦૧૫ ની સામાં ‘‘ગે'' તરીકે ગણાવી હતી. તેઓ માને છે કે ૨ વ્‍યક્‍તિ વચ્‍ચે લગ્ન થાય એટલું જ મહત્‍વનું છે. પછી તે બંને કદાચ પુરુષ હોય કે સ્‍ત્રી હોય તેથી શું ફરક પડે છે.

         ઉલ્લેખનીય છે કે સજાતીય લગ્નો માટે માન્‍યતા આપનાર વિશ્વનો સૌપ્રથમ દેશ આયર્લેન્‍ડ છે. જેને કદાચ પ્રાઈમ મિનીસ્‍ટર પણ ગે મળે તેવી શક્‍યતા હોવાનું ભારતીય મૂળના સાહસિક મોહનજીત જોલીનું અનુમાન છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 (11:11 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS