NRI Samachar

News of Thursday, 18th May, 2017

‘‘આફ્રિકા બિઝનેસ સમીટ'' : GOPIO ના ઉપક્રમે આવતીકાલ ૧૯ મે થી ૨૧ મે ૨૦૧૭ દરમિયાન સાઉથ આફ્રિકાના ડરબન શહેરમાં શરૂ થઈ રહેલી ત્રિદિવસિય સમીટ : આફ્રિકા ખંડને અદ્યતન ટેકનોલોજીથી સજ્જ કરવા, ગ્રામ્‍ય વિસ્‍તારોનો વિકાસ કરવા, નાના ઉદ્યોગોને પ્રોત્‍સાહન આપવા બેરોજગારી દૂર કરવા સહિતના હેતુઓ : ૫૦ જેટલા દેશોમાંથી આવનારા સાહસિકો તથા આફ્રિકામાં વસતા ભારતીય મૂળના ૨૦૦ જેટલા વ્‍યાવસાયિકો વચ્‍ચે આદાન પ્રદાન થશે

         જોહનીસબર્ગ : વિદેશોમાં વસતા ભારતીયોના પ્રશ્નો હલ કરવા તેમજ વતન સાથેનો નાતો મજબુત રાખવાના હેતુથી ૧૯૮૯ની સાલમાં અમેરિકાના ન્‍યુયોર્કમાં સ્‍થપાયેલ નોનપ્રોફીટ, તટસ્‍થ, તથા બિન સાંપ્રદાયિક સંગઠન ‘‘ગ્‍લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્‍ડિયન ઓરીજીન'' (GOPIO) ના ઉપક્રમે આવતીકાલ ૧૯ મે થી ૨૧ મે ૨૦૧૭ દરમિયાન સૌપ્રથમવાર સાઉથ આફ્રિકાના ડર્બન સીટીમાં ‘‘આફ્રિકા બિઝનેસ સમીટ'' નું આયોજન કરાયું છે. જેમાં આફ્રિકા ખંડમાં વસતા ભારતીય મૂળના ૨૦૦ જેટલા વ્‍યાવસાયિક સાહસિકોને અન્‍ય ૫૦ જેટલા દેશોના વ્‍યાવસાયિકો સાથે આદાન પ્રદાન કરવાની તક મળશે.

         ૧૪ લાખ જેટલા ભારતીયોની વસતિ ધરાવતા જરબન શહેરમાં યોજાનારી બિઝનેસ સમીટમાં આફ્રિકા ખંડને અદ્યતન ટેકનોલોજીથી સજ્જ કરવા, છેવાડાના તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારોનો વિકાસ, નાના ઉદ્યોગોને પ્રોત્‍સાહન આપવા ઓછા વ્‍યાજના દરે ધીરાણની વ્‍યવસ્‍થા આપવા સહિતના આયોજનો કરાશે. ઉપરાંત સ્‍થાનિક સામાજીક પ્રશ્નો જેવા કે ગરીબો તથા તવંગરો વચ્‍ચેની ખાઈ પૂરવા, બેરોજગારી દૂર કરવા, પબ્‍લીક તથા પ્રાઈવેટ પાર્ટનર શીપ આગળ વધારવા તથા સ્‍થિર આર્થિક વિકાસ માટે પણ આયોજનો કરાશે.

         આ તકે GOPIO આફ્રિકાના કો. ઓર્ડીનેટર શ્રી ઈશ્વર રામલખનએ જણાવ્‍યા મુજબ આફ્રિકાના ૫૪ દેશોમાં ભારતીયો સાથેના વ્‍યાવસાયિક આદાન પ્રદાનને આ સમિટથી વેગ મળશે જે આફ્રિાકાના આર્થિક વિકાસ માટે મહત્‍વના પ્રદાન સમાન ગણાશે.

 (11:11 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS