NRI Samachar

News of Thursday, 18th May, 2017

ડોરોથી બ્રાઉનના ભૂતપૂર્વ સહયોગી બીના પટેલે તમામ આરોપોના કરેલો સાફ ઇન્‍કાર : ગ્રાન્‍ડ જયુરી સમક્ષ જુઠ્ઠુ બોલવાના આરોપસર ભૂતપૂર્વ કોર્ટ કલાર્ક પર તપાસ અધિકારીઓનું તહોમત નામું

ડોરોથી બ્રાઉનના ભૂતપૂર્વ સહયોગી બીના પટેલે તમામ આરોપોના કરેલો સાફ ઇન્‍કાર : ગ્રાન્‍ડ જયુરી સમક્ષ જુઠ્ઠુ બોલવાના આરોપસર ભૂતપૂર્વ કોર્ટ કલાર્ક પર તપાસ અધિકારીઓનું તહોમત નામું

         

         શિકાગો :  કુકડાઉન્‍ટી સર્કીટ કોર્ટના કલાર્ક ડોરોથી બ્રાઉનના એક વખતના ભૂતપૂર્વ સહયોગી બીના પટેલે ગ્રાન્‍ડ જયુરી સમક્ષ જુઠ્ઠુ બોલવાના કહેવાતા આરોપોનો સાફ ઇન્‍કાર કર્યો છે અને યુ.એસ. ડીસ્‍ટ્રીકટ કોટૃના નામદાર ન્‍યાયાધીશ એમી. જે. દવે તેમને પોતાની ઓળખ પર મુકત કરેલ છે પરંતુ તેની સાથે એક શરત મુકવામાં  આવેલ છે કે બીના પટેલે ડોરોથી બ્રાઉન, તેમની ઓફિસના ચીફ ઓફ સ્‍ટાફ તેમજ આ કેસમાં જેઓ સાક્ષીઓ છે તેમનો સંપર્ક કરવાનો રહેશે નહીં. આ તમામ શરતો તેમણે માન્‍ય રાખી હોવાનું જાણવા મળેલ છે.

         આ અંગેની વિગતોમાં જાણવા મળે છે તેમ બીના પટેલે કુક કાઉન્‍ટી સર્કીટ કોટૃમાં સર્કીટ કોર્ટ કલાર્ક તરીકે  કામ કરતી ડોરોથી બ્રાઉન કે જેઓ ઉચ્‍ચ સ્‍થાને બિરાજમાન છે તેમના એસોસીએટ કલાર્ક તરીકે ફરજ બજાવતી હતી અને તેમની સામે મુકવામાં આવેલ આરોપોની સુનાવણી ગયા ગુરૂવાર ૧૧ મી મેના રોજ શિકાગોની યુ.એલ. ડીસ્‍ટ્રીકટ કોર્ટના નામદાર ન્‍યાયાધીશ અમી જે. ઇવ સમક્ષ હાથ ધરાવતા તેમણે તમામ આરોપોનો સાફ ઇન્‍કાર કર્યો હતો અને નામદાર ન્‍યાયાધીશે તેમને પોતાની અંગત ઓળખ પર મુકત કર્યા હતા અને તેમના પર ઉપરોકત શરતો લાદવામાં આવી હતી તેનો અમલ બીના પટેલે કરવાનો રહેશે.

         આ આરોપોની વિગતોમાં જાણવા મળે છે તેમ બીના પટેલે ગયા ઓગષ્‍ટ માસમાં પોતાનો હોદ્દો છોડયા બાદ સત્તાવાળાઓએ ગયા અઠવાડીયા તેમની આરોપો મુકયા હતા અને આ આરોપોમાં જો તેઓ કસુરવાર કરશે તો પાંચ વર્ષની જેલની સજા ભોગવવાનો સમય આવશે. નામદાર ન્‍યાયધીશ સમક્ષ તેઓ ઉભા રહ્યા હતા અને ન્‍યાયાધીશ સોહબે જે શરતો રજૂ કરી હતી તેને પોતે સારી રીતે સમજ્‍યા છે એવું જણાવ્‍યું હતું અને તેનું પાલન કરશે એવું તમેણે બોન્‍ડની સુનાવણી વખતે જણાવ્‍યું હતું.

         ફેડરલ સરકારનાં જવાબદાર અધિકારીઓ બ્રાઉનની ઓફીસમાં બઢતી મેળવવા તથા નોકરી પ્રાપ્ત કરવા માટે લાંચ રૂશ્વત લેવામાં આવે છે તે અંગે તળીયા ઝાટક તપાસ કરી હતી અને જવાબદાર કર્મચારીઓના નિવેદનો લીધા બાદ તેમાં અત્‍યંત ચોંકાવનારી બીનાઓ ધ્‍યાન પર આવતા આ આરોપ નામામાં તેનો સમાવેશ કરવામાં આવેલો હોવાનું જાણવા મળે છે. આ અંગે ઓફિસના કર્મચારીઓને ડોરોથી બ્રાઉન માટે ફંડ રેઇઝીંગ અંગે ટિકિટો આપીને તે નાણા આ કાર્ય માટે એકત્રિત કરવામાં આવ્‍યા હતા. બીના પટેલે પણ  આ ઓફિસના ચીફ ઓફ સ્‍ટાફને પણ નાણા એકત્રિત કરવા દબાણ કર્યુ હોવાનું જાણવા મળે છે અને તેવો આરોપ પણ તેમના પર મુકવામાં આવેલ છે.

         ર૦૧૬ના વર્ષ દરમ્‍યાન આ અંગે બીના પટેલે પુછવામાં આવતા તેમણે પોતે આવા પ્રકારની ટીકીટ અથવા સ્‍ટાફના કોઇપણ સભ્‍યેતે વેચી હોય તેની કોઇપણ ખબર નથી એવું જણાવ્‍યું હતું. તેમણે ચીફ ઓફ સ્‍ટાફને બઢતી માટે કોઇપણ પ્રકારની વાત કરી હોય તેનો ઇન્‍કાર કર્યો હતો.

         અફબીઆઇના અધિકારીઓ સમગ્ર પ્રકરણ અંગે તપાસ કરી રહ્યા ત્‍યારે ર૦૧પ ની સાલમાં તેમણે બીના પટેલે પાસે તેણીનો જે સેલ ફોન હતો તે કબજે કર્યો હતો. આ અંગે એફબીઆઇના અધિકારીઓ વધુ તપાસ કરી રહ્યા છે અને બીઆઇના અધિકારીઓ વધુ તપાસ કરી રહ્યા છે અને ભવિષ્‍યમાં અનેક ચોંકાવનારી બીનાઓ વધુ પ્રમાણમાં બહાર આવે તો નવાઇની વાત નથી.

          

 (11:10 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS