NRI Samachar

News of Thursday, 18th May, 2017

અમેરિકાની રીપબ્‍લીકન પાર્ટીના હાઉસના નેતાઓએ બે અઠવાડીયા પર ફક્‍ત એક કરેલો ધી અમેરિકન હેલ્‍થકેર મતે એક અત્‍યંત ખરાબ અને ક્રુર મશ્‍કરી સમાન છે

અમેરિકાની રીપબ્‍લીકન પાર્ટીના હાઉસના નેતાઓએ બે અઠવાડીયા પર ફક્‍ત એક કરેલો ધી અમેરિકન હેલ્‍થકેર મતે એક અત્‍યંત ખરાબ અને ક્રુર મશ્‍કરી સમાન છેઅમેરિકાની રીપબ્‍લીકન પાર્ટીના હાઉસના નેતાઓએ બે અઠવાડીયા પર ફક્‍ત એક કરેલો ધી અમેરિકન હેલ્‍થકેર મતે એક અત્‍યંત ખરાબ અને ક્રુર મશ્‍કરી સમાન છે

         

         (સુરેશ શાહ દ્વારા) : બાર્ટલેટ (શિકાગો) : અમેરિકાની રીપબ્‍લીકન પાર્ટીના હાઉસના નેતાઓએ બે અઠવાડીયા પર ફક્‍ત એક કરેલો ધી અમેરિકન હેલ્‍થકેર મતે એક અત્‍યંત ખરાબ અને ક્રુર મશ્‍કરી સમાન છે. એવું સર્વે પ્રજાજન માની રહ્યા છે અને આ પાર્ટીના હાઉસના સભ્‍યો પ્રત્‍યે ફીટકારની લાગણીઓ વ્‍યક્‍ત કરી રહ્યા છે હાસમાં આ સભ્‍યો હાઉસમાં કાર્યવાહી બંધ હોવાથઈ તેઓ પોતાના મતદાર ક્ષેત્રમાં આ પસાર કરેલા કાયદાઓ અંગે જરૂરી માહિતી આપવા માટે યોજવામાં આવેલ ટાઉન હોલ મીટીંગમાં હાજર રહેલી પ્રજાએ આ અંગે જેતે સભ્‍યોને પ્રશ્ન પૂછતા યોગ્‍ય પ્રત્‍યુત્તર સભ્‍યો ન આપી શકતા તેઓના પર ઉગ્ર વાણીઓ દ્વારા અનેક પ્રકારના પ્રહારો કરવામાં આવ્‍યાં હતા. અને કેટલીક ટાઉન હોલ મીટીંગોમાં પોલીસોએ હાજર રહી શાંતિ સ્‍થાપવાનો પ્રયાસો હાથ ધર્યો હતો. પરંતુ હેલ્‍થકેર અંગે ઉતાવળથી પસાર કરવામાં આવેલ નવા કાયદા અંગે ખુદ હાઉસના સભ્‍યોને જરૂરી માહિતી ન હતી અને પ્રજામાં અનેક પ્રકારની અસંતોષ જોવા મળતો હતો.

         

         હેલ્‍થકેર ઈન્‍સ્‍યોરન્‍સ અંગે જે નવો કાયદો પસાર કરવામાં આવેલ છે. તે રક્‍ત નજીવા એન મતની બહુમતિથી પસાર કરવામાં આવેલ છે. અનેતેમાં જાણે રીપબ્‍લીકન પાર્ટીના હાઉસના પ્રતિનિધિઓએ હાઉસના પ્રતિનિધિઓએ જાણે એક મોટી ઘાડ મારી હોય તેવો દેખાવ કરે છે પરંતુ તેઓ પોતાના મત ક્ષેત્રમાં જઈને પ્રજાને આ નવા કાયદાઅંગે જે જરૂરી માહિતી આપવી જોઈએ તેમાં તેઓ સરિયામ નિષ્‍ફળ ગયેલ છે. અમેરિકન પ્રજાના નસીબની બલીહારી એ છે કે જેઓએ હાઉસમાં ચુંટીને જે પ્રતિનિધિઓને મોકલેલ છે. તેમાંના મોટા ભાગના સભ્‍યોએ આ કાયદાઓને જરૂરી અભ્‍યાસ જકરેલ નથી. તો પછી મતદાન કરવાનો અર્થ શું. એ સમાજી શકાતું નથી. ઉતાવળે આ કાયદો અર્થહીન રીતે પસાર કરીને ફક્‍ત પોતાના પક્ષની વાહવાહ ફરાવવા સિવાય બીજો કોઈપણ પ્રકારનો તેમા દેખાતો નથી. થઈ જવા પામેલ છે. અને આ હેવાલ લબાઈ રહ્યો છે. ત્‍યારે અમેરિકાની ૨૩ ટકા પ્રજા આ નવા કાયદાને માન આપવા તૈયાર છે. જ્‍યારે ૭૭ ટકા લોકો આ કાયદા પ્રત્‍યે સુગ ધરાવી રહ્યા છે. આ નવા હેલ્‍થકેર બીલ અંગે દરેક સભ્‍યે ગંભીરતાથી વિચાર કર્યા બાદ જરૂરી પ્રજાના હિતાર્થે નિર્ણય લેવો જોઈએ તેઓ કોઈ પણ પ્રકારના ગંભીર પ્રયાસ આ કાયદા અંગે હાથ ધરવામં આવેલ નથી તેથી આવી પ્રક્રિયા કોઈપણ દેશ માટે શાંભનીય નથી. જ્‍યારે બીલ પસાર કરવામાં આવ્‍યું ત્‍યારે પાટનગરમાં રીપબ્‍લીકન પાર્ટીના હાઉસના સભ્‍યોને પગકારો દ્વારા આ બીલનો અભ્‍યાસ તેઓએ કર્યો છે. કે કેમ એક પુછવામાં આવતા લગભગ ઘણાં સભ્‍યોએ તેનો ના મા જવાબ આપ્‍યો હતો. હવે આવા સભ્‍યો માટે પ્રજા શું વિચારે તે સહેલાઈથી સમજી શકાય તેવી બીના છે. હટલમાં ઓબામાકેર હેલ્‍થ ઈન્‍સ્‍યોરન્‍સને પૈસાદાર વર્ગ તરફથી ટેકા રૂપે એક ટ્રીલીયન ડોલર તેમાં કાપ મુકવામાં આવેલ છે. તે રકમ હવે ધનવાનોને ફાળે જાયતો નવાઈની વાત નથી.

          અમેરિકામાં ગરીબ પ્રજાજન વસવાટ કર છે. તેઓને હેલ્‍થ ઈન્‍સ્‍યોરન્‍સ મેળવવા માટે અનેક પ્રકારની મુશ્‍કેલીઓનો સામનો કરવો પડતો હતો અને તે બીના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાના ઝ્‍યાન પર લાવવામાં આવતા તેમણે જો પોતે પ્રમુખ તરીકે ચુટાશે તો વિમા વિહોણા પ્રજાને હેલ્‍થ ઈન્‍સ્‍યોરન્‍સના લાભ આપવામાં આવશે એવી કરેલી જાહેરાતને સમગ્ર દેશમાંથી અને અમેરિકન પ્રજાને બરાક ઓબામાને ખોબે ખોબે મતા આપીને તેમને વિજયની વરમાળા પહેરાવી પ્રમુખપદનો તાજ તેમના શીરે મુક્‍યો હતો અને તેમણે પોતાના હોદ્દાના સોગંદલીધા પછી ૨૦૧૦ ની સાલમાં એફોર્ડેબલ કેર એક્‍ટ કે પાછળથી ઓબામાં કેર એક્‍ટ તરીકે ઓળખાયો જેને ૨૦૧૭ની સાલમાં કાયદાનું સ્‍વરૂપ પ્રાપ્ત થયું અને તેને અમલ ૨૦૧૪ના વર્ષથી થયો જે ફાયદો વીમા વિહોણાં ૨૦ મીલીયન લોકોને થયો ગરીબ પ્રજા માટે આ કાયજો આર્શીવાદ સમાન પુરવાર થયો પરંતુ આ વર્ષથી ગયા વર્ષમાં રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓ હાઉસમાં ૬૦ વખત કાયદો રદ કર્યો હતો. સેનેટના સભ્‍યો હાઉસમાં બીલ પસાર થયું તે પહેલા તેના સભ્‍યોના સંપર્કમાં હતા પરંતુ તેમાં છેલ્લી ઘડીએ અનેક સુધારાઓ થતા હવે સેનેટના સભ્‍યોએ પોતાનું એક અલગ પ્રકારનું હેલ્‍થકેર બીલ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરેલ છે. અને તમામ સેનેટરોનો સહકાર પ્રાપ્ત કરીને તેઓ આગળ વધવા માંગે છે એવો નિદેશન સેનેટરોએ અમેરિકન પ્રજાને આપેલ છે.

          હાઉસમાં હેલ્‍થકેર બીલ અંગે જે કાર્યવાહી થઈ તેનાથી અમેકિતન પ્રજા માહિતગાર છે અનેતેવી પછડાટ સેનેટના સભ્‍યો ખાવા નથી માંગતા અને તેઓ આ બીલ અંગે લેશમાત્ર અને શાંતિથી તેમાં જરૂરી ચર્ચા વિચારણા કરી આગળ વધવા માંગે છે. આ બીલ અંગે જો વાઈટ હાઉસ તરફથી ઝડપથી કાર્યવાહી કરવાનું દબાણ આવે તો તેના તાબે ન થવાનો કેટલાક સેનેટરોએ મક્કમ પણે નિર્ધાર કરેલો છે માટે વાઈટ હાઉસના અધિકારીઓ આ અંગે હવે કોઈપણ પ્રકારની ચંચુપાત ન કરશે. એમ જાણવા મળે છે. છતા જો તે અંગેના કોઈપણ પ્રકારના પ્રયાસો કરવામાં આવશે એવું હાલમાં વાતાવરણ પરથી માલમ પડે છે.

          

 (11:09 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS