NRI Samachar
rss-feed-icon
 

તા. ૨૮ જૂલાઇ ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ શ્રાવણ સુદ- ૫ શુક્રવાર

 

તા. ૨૭ જૂલાઇ ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ શ્રાવણ સુદ- ૪ ગુરૂવાર

 

1501170169રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓ સેનેટમાં એફોર્ડેબલ કેર એકટને નાબુદ કરવા માટે અનેક પ્રકારની હીલચાલ કરી રહ્યા છે પરંતુ તેમાં તેઓ સફળતા મેળવી શકયા નથી તેથી એફોર્ડેબલ હેલ્‍થ કેર ઉર્ફે ઓબામા હેલ્‍થ કેર બીલની જે જોગવાઇઓ છે તેને રદ કરવા માટે હવે નવા પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે અને લઘુ આવૃતિનું બીલ તૈયાર કરીને તેને પસાર કરાવવાની યોજના ઘડાઇ રહી છે અને તેમાં તેઓ કેટલા પ્રમાણમાં સફળતા મેળવે તે જોવાનું રહે છે રીપબ્‍લીકન પાર્ટીના નેતા જોન મેકેને હેલ્‍થકેર બીલને રદ કરવાની કાર્યવાહી અંગે અગાઉ શંકા વ્‍યક્‍ત કરી હતી માટે હવે આ બીલ અંગે શું થાય છે તે અંગે સમગ્ર પ્રજા પોતાનું ધ્‍યાન કેન્‍દ્રિન કરી રહેલ છે(09:13 pm IST)

તા. ૨૬ જૂલાઇ ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ શ્રાવણ સુદ- ૩ બુધવાર

 

1501094370ઓબામાકેરને રદ કરવા માટે સેનેટમાં થયેલી તમામ કાર્યવાહીઓનો હેવાલ અત્રે રજુ કરવામાં આવેલ છે અને તે અંગે મતદાન થતા બન્નેપક્ષે પચાસ પચાસ સરખા મતો પડતા સેનેટના પ્રમુખ માઇક પેન્‍સ કે જેઓ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા છે તેમણે રીપબ્‍લીકન પાર્ટીની તરફેણમાં મત આપતા આ પક્ષ વિજેતા થયો હતોઃ છેક છેલ્લી ક્ષણે નેવાડાના ડીન હેલર, વેસ્‍ટ વર્જીનીયાના સ્‍ટેનલી મોરે કપીટો તથા વીસકોન્‍સીન રાજયના સેનેટર રોન જોનસને વિચાર બદલી રીપબ્‍લીકનોને મત આપ્‍યા હતાઃ હવે સેનેટમાં આ બીલ અંગે અનેક પ્રકારના સુધારાઓ રજુ થશે અને તે વેળા થનાર મતદાન દિલ ચસ્‍પ રહેશેઃ એરીઝોના રાજયના સેનેટર જોન મેકેન પાટનગર આવીને મતદાન કર્યુ અને ઓબામા કેર એકટને રદ કરવાની કાર્યવાહી અંગે શંકા વ્‍યક્‍ત કરીઃ રિપબ્‍લીકન પાર્ટીના સેનેટરો માટે કપરાં ચઢાણઃ સૌની નજર હવે આગામી કાર્યવાહી પર ટપકેલી છે(12:10 am IST)

તા. ૨૫ જૂલાઇ ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ શ્રાવણ સુદ- ૨ મંગળવાર

 

1500996018ઓબામાકેર એકટને રદ કરવા માટે પોતાની પાર્ટીના સેનેટરોનો સહકાર માંગતા અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પઃ આ બીલની વિરૂધ્‍ધમાં મતદાન કરનાર રીપબ્‍લીકન પાર્ટીના સેનેટરો ઓબામાકેરની તરફેણ કરે છે એવી પ્રમુખથી ગર્ભીત ધમકીઃ ઓબામાકેર પસાર કરાવવા માટે ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ ૨૦૧૦ના વર્ષમાં આગેવાની લીધી હતી જ્‍યારે અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે આગેવાની ભર્યો ભાગ ન ભજવતા પ્રજામાં આક્રોશની લાગણીઃ રીપબ્‍લીકન પાર્ટીના સેનેટરોને ખુદનેજ નવા હેલ્‍થ ઇન્‍સ્‍યોરનસ બીલ અંગે સંપૂર્ણ માહિતીજ નથી તો પછી તેઓ કેવી રીતે મતદાન કરશે એ અગત્‍યનો પ્રશ્ન છેઃ હવે નજીકના ભવિષ્‍યમાં હેલ્‍થકેર ફોર ઓલનો મંત્ર ગુંજતો થાયતો નવાઇની વાત નથી(08:51 pm IST)

તા. ૨૪ જૂલાઇ ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ શ્રાવણ સુદ- ૧ સોમવાર

 

1500912113સેનેટમાં ડેમોક્રેટીક પાર્ટીના લઘુમતિ પક્ષના નેતા ચાર્લ્સશ્યુમરે રાષ્ટ્રિય ચેનલ એબીસીના પ્રતિનિધિ જયોર્જ સ્ટેફના પોલીસ સાથેની ચર્ચામાં જણાવ્યુ હતુ કે અમોએ સીંગલ પેયર હેલ્થ ઇન્સ્યોરન્સ અંગે ખુલ્લુ મન રાખેલ છે અને આવતા અઠવાડીએ તે અંગેની તમામ માહિતીઓ અમો પ્રજા સમક્ષ રજુ કરીશુઃ આગામી ૨૦૧૮ના વર્ષ દરમ્યાન અમારી નિતિ આર્થિક મુદ્દાઓને પ્રાધાન્ય આપવાની છે અને તે અંગેની તમામ તૈયારીઓ કરી રહ્યા છીએઃ પપ વર્ષથી વધુ વય ધરાવતા તમામ લોકોને મેડીકેર આપવા અમારી તૈયારી ચાલુ છે અને આ તમામ યોજનાઓ અમોએ ટેબલ ઉપર મુકેલ છેઃ પ્રજાને હેલ્થકેર બીલ અંગે માહિતી આપવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઓહાયો અને વેસ્ટ વર્જીનીયા રાજયોની મુલાકાત લેશે(09:32 pm IST)

1500912227અમેરીકાના ડેમોક્રેટીક તેમજ રીપબ્લીકન પાર્ટીના સેનેટરે રીચાર્ડ ડર્બીન તથા લીન્ડસી ગ્રેહામે નાની વયના કિશોરો તથા કિશોરીઓને અમેરીકામાં કાયમી વસવાટ કરવાનો હક પ્રાપ્ત થાય તથા કમાનુસાર અમેરીકન નાગરિકત્વ પણ મળે તે માટે સેનેટમાં ડ્રીમ એકટ નામનું બીલ રજુ કર્યુઃ સેનેટર ગ્રેહામે જણાવ્યુ હતુ કે હાલની ઇમીગ્રેશન સીસ્ટમના કાયદાઓ યોગ્ય રીતે કાર્ય કરતા નથી માટે તેને સુધારવાની જવાબદારી રીપબ્લીકન પાર્ટીની છે અને ડોનાલ્ડ ટ્રમ્પે તે અંગે યોગ્ય ને ઝડપી પગલા ભરવા જોઇએઃ હાલમાં હેલ્થ કેર તથા ટેક્ષ સુધારણા હેલ્થ અન્ય કાર્યોમાં વ્યસ્ત એવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કેવા પગલા ભરશે તે અંગે સૌનું ધ્યાન આ પ્રશ્ને કેન્દ્રિત થયેલ છે(09:34 pm IST)