Mukhy Samachar

News of Friday, 19th May, 2017

અપરાધીઓની સામે કઠોર રીતે કાર્યવાહી થશે : યોગી

સત્રના છેલ્લા દિવસે ચેતવણી

   નવી દિલ્હી, તા.૧૯ : ઉત્તરપ્રદેશ વિધાનસભાના ખાસ સત્રના આજે છેલ્લા દિવસે ભારે ધાંધલ ધમાલ થઈ હતી. સત્રના પ્રથમ દિવસની જેમ જ આજે હોબાળો રહ્યો હતો. વિપક્ષી સભ્યોએ કાયદો અને વ્યવસ્થાને લઈને ધાંધલ ધમાલ મચાવી હતી. છેલ્લા દિવસે કાયદો અને વ્યવસ્થાની સાથે વીજળી પુરવઠાને લઈને સપા અને કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કર્યો હતો. દરમિયાન, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ખાતરી આપી હતી કે અપરાધીઓ સામે ખૂબ જ કઠોર પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં અપરાધી અને અપરાધીઓને સંરક્ષણ આપનાર લોકોને છોડવામાં આવશે નહીં. કોઈપણ નિર્દોષ, ખેડૂત અને વેપારીની સાથે અન્યાયને ચલાવી લેવાશે નહીં. અપરાધીઓને પોતાના ભવિષ્યના સંદર્ભમાં વિચારણા કરવાની ફરજ પડશે. યોગીએ ભારપૂર્વક કહ્યું હતું કે અપરાધીઓને તેમની યોગ્ય જગ્યા બતાવવામાં આવશે.

 (08:21 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS