Mukhy Samachar

News of Friday, 19th May, 2017

કઈ વસ્તુ પર કેટલો ટેક્સ

જીએસટી રેટ કાર્ડને લઈને ઉત્સુકતા વધી

           નવી દિલ્હી,તા. ૧૯ : શ્રીનગરમાં જીએસટી કાઉન્સિલની બે દિવસીય બેઠકના બીજા દિવસે આજે સર્વિસેઝ પર જીએસટીના દર નક્કી કરવામાં આવતા આને લઈને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો હતો. હેલ્થકરે અને એજ્યુકેશનને સર્વિસ ટેક્સની હદથી દુર રાખવામાં આવ્યા છે. આનો મતલબ એ થયો કે હેલ્થકેર અને એજ્યુકેશનને છૂટછાટ અને રાહતો મળતી રહેશે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને લને હાલમાં ૧૨૧૧ વસ્તુઓના દર નક્કી કરવામાં આવ્યા છે. મોટાભાગની વસ્તુ ૧૮ ટકાના ટેક્સ સ્લેબમાં રહેશે. કઈ વસ્તુ પર કેટલો ટેક્સ રહેશે તે નીચે મુજબ છે.

   આ વસ્તુ પર ટેક્સ નહીં રહે

   *    ફ્રેશ મીટ, ફિશ ચીકન, ઈંડા, દુધ, બટર મિલ્ક, દહીં, ફળફળાદી, શાકભાજી, લોટ, બેસન, બ્રેડ, મીઠુ, સિંદુર, ન્યાયિક દસ્તાવેજો, પ્રિન્ટેડ બુક્સ, અખબારો, હેન્ડલુમ જેવી દરરોજની વસ્તુઓ

   કઈ વસ્તુ પર પાંચ ટકા ટેક્સ

   *    ફીશ ફિલેટ, ક્રીમ, સ્કીમ્ડ મિલ્ક પાઉડર, બ્રાન્ડેડ પનીર, ફ્રોજન શાકભાજી, કોફી, ચા, મસાલા, પીઝા બ્રેડ, શરબત, કેરોસીન, કોલસા, દવા, સ્ટેન્ટ, લાઈફ બોટ જેવી વસ્તુઓ

   કઈ વસ્તુ પર ૧૨ ટકા ટેક્સ

   *    ફ્રોઝન મીટ પ્રોડક્ટ, બટર, પેકેજ્ડ ડ્રાયફ્રુટ, એનિમલ ફેટ, સોસ, ફ્રુટ જ્યુસ, નમકીન, આયુર્વેદિક દવાઓ, ફ્રુટ પાઉડર, અગરબત્તી, કલર બુક્સ, પિકચર બુક્સ, છત્રી, સિલાઈ મશીન, સેલફોન

   મિડલ ક્લાસની આ ચીજો પર ૧૮ ટકા ટેક્સ

   *    ફ્લેવર્ડ રિફાઈન્ડ સુગર, પાસ્તા, કોર્ન ફ્લેક્સ, પેસ્ટ્રી, કેક, જામ, સોસ, સૂપ, આઈસ્ક્રીમ, ઈન્સ્ટન્ટ ફુડ મિક્સેસ, મિનરલ વોટર, ટીશ્યુ પેપરો, નોટબુક્સ, સ્ટીલ પ્રોડક્ટ, પ્રિન્ટેડ સર્કિટ, કેમેરા, સ્પીકર, મોનિટર્સ

   કઈ વસ્તુ પર સૌથી વધુ ૨૮ ટકા ટેક્સ

   *        ચીંગમ, કોકોઆ રહિત ચોકલેટ, પાન મસાલા, સેવિંગ ક્રિમ, હેર શેમ્પુ, ડાઈ, સનસ્ક્રીન, વોલ પેપર, સીરામીક ટાઈલ્સ, વોટર હિટર, ડીસ વોશર, વોશીંગ મશીન, એટીએમ, વેન્ડીંગ મશીન, વેક્યુમ ક્લીનર, સેવર્સ, હેયર ક્લીપર્સ, ઓટો મોબાઈલ્સ, મોટરસાયકલ, ખાનગી ઉપયોગ કરવા માટેના વિમાન, લક્ઝુરીયસ બોટ

 (07:26 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો