Mukhy Samachar

News of Friday, 19th May, 2017

સર્વિસ પર ટેક્સના સ્લેબ

નોન એસી રેસ્ટોરન્ટ પર ૧૨ ટકા સર્વિસ ટેક્સ

           નવી દિલ્હી,તા. ૧૯ : શ્રીનગરમાં જીએસટી કાઉન્સિલની બે દિવસીય બેઠકના બીજા દિવસે આજે સર્વિસેઝ પર જીએસટીના દર નક્કી કરવામાં આવતા આને લઈને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો હતો. હેલ્થકરે અને એજ્યુકેશનને સર્વિસ ટેક્સની હદથી દુર રાખવામાં આવ્યા છે. આનો મતલબ એ થયો કે હેલ્થકેર અને એજ્યુકેશનને છૂટછાટ અને રાહતો મળતી રહેશે. કઈ કઈ સેવા પર કયા ટેક્સ સ્લેબ રહેશે તે નીચે મુજબ છે.

   *    હેલ્થકર અને એજ્યુકેશન સેકટરને રાહત આપવામાં આવી છે અને આની જીએસટીની હદથી બહાર રાખવામાં આવ્યા છે

   *    એન્ટરટેઈનમેન્ટ ટેક્સને સર્વિસ ટેક્સમાં મર્જ કરાયા

   *    ગુડ્સ, રેલ્વે, એર ટ્રાન્સપોર્ટ પર પાંચ ટકા ટેક્સ રહેશે. જીએસટીના આ સૌથી નીચલા દર રહેશે

   *    સિનેમા હોલ, સટ્ટાબાજી, રેસકોર્સ પર ૨૮ ટકા ટેક્સ

   *    ફોન બિલ ઉપર ૧૮ ટકા ચાર્જ લાગુ થશે

   *    ૧૦૦૦થી ઓછા ભાડાવાળી હોટલો જીએસટીની હદમાં રહેશે નહીં

   *    ૨૫૦૦થી ૫૦૦૦ના ભાડા ધરાવનાર હોટલો પર ૧૮ ટકા ટેક્સ રહેશે

   *    ૫૦૦૦થી ઉપરના ભાડાવાળી ફાઈવ સ્ટાર હોટલો પર ૨૮ ટકા ટેક્સ રહેશે

   *    નોન એસી રેસ્ટોરન્ટ પર ૧૨ ટકા સર્વિસ ટેક્સ રહેશે

   *    ૧૦૦૦થી ૨૫૦૦વાળી હોટલો પર ૧૨ ટકા સર્વિસ ટેક્સ રહેશે

   *    સોનાના સ્લેબ ઉપર ત્રીજી જૂનના દિવસે નિર્ણય કરાશે

   *    ઓલા અને ઉબેર જેવી ટેક્સી સર્વિસ પર પાંચ ટકા ટેક્સ લાગુ થશે

   *    ઈકોનોમી ક્લાસમાં વિમાની યાત્રા પર પાંચ ટકા અને બિઝનેસ ક્લાસમાં ૧૨ ટકા જીએસટી લાગુ થશે

   *    મેટ્રો, લોકલ ટ્રેનમાં યાત્રા અને ધાર્મિક યાત્રાઓને જીએસટીમાંથી છૂટછાટ આપવામાં આવશે

   *    ટેક્સ રેટ ૫, ૧૨, ૧૮ અને ૨૮ ટકાના રહેશે

   *    પાન-મસાલા ગુટખા પર ૨૩૨ ટકા જીએસટી

   *    મોંઘી બાઈક અને ખાનગી જેટ પર ૩૧ ટકા જીએસટી રહેશે

   *    તમામ પ્રકારની કાર, બસ, ટ્રક, મોપેડ, બાઈકની સાથે વ્યક્તિગત ઉપયોગના વિમાન, લક્ઝુરીયસ બોટ પર સૌથી ઊંચા ૨૮ ટકાના જીએસટી

 (07:25 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS