Mukhy Samachar

News of Friday, 19th May, 2017

USનાં કોઇ પણ સેન્ટર પર હવે લેપટોપ, ટેબ્લેટ, આઇપેડ લઇ જવા પર પ્રતિબંધ

   નવી દિલ્હી તા.૧૯ : અમેરિકન દૂતાવાસે ભારતમાં તેના કોઇ પણ સેન્ટર પર લેપટોપ, ટેબ્લેટ કે આઇપેડ લઇ જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. યુએસ એમ્બેસીએ એક નિવેદન જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે તેના માટે પોતાનાં સેન્ટર્સ પર આવતા ગેસ્ટ અને સ્ટાફની સુરક્ષા સૌથી મહત્ત્વની છે. એમ્બેસીએ અમેરિકન સરકારના આદેશ પર આ પગલું ભર્યું છે.

   અમેરિકન એમ્બેસીએ જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારત સ્થિત તમામ અમેરિકન સેન્ટર્સની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે. જેે સેન્ટર્સની સુરક્ષા સમીક્ષા કરવામાં આવી છે તેમાં દિલ્હી ઉપરાંત મુંબઇ, કોલકાતા અને ચેન્નઇનો પણ સમાવેશ થાય છે. આ નિવેદનમાં જણાવાયું છે કે અમેરિકાના દિલ્હી, મુંબઇ, કોલકાતા અને ચેન્નઇ સેન્ટર્સમાં આવતા મુલાકાતીઓ હવે લેપટોપ, ટેબ્લેટ કે આઇપેડ જેવી ઇલેકટ્રોનિક ડિવાઇસીસ પોતાની સાથે લઇ જઇ શકશે નહીં.

   સ્ટેટમેન્ટમાં જણાવ્યા અનુસાર આ પ્રતિબંધનો હેતુ મુલાકાતીઓ અને સ્ટાફની સુરક્ષા વધુ મજબૂત કરવાનો છે. અમેરિકાએ દુનિયાભરનાં પોતાના સેન્ટર્સ પર આ ચીજ વસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ મૂકયો છે. કારણ કે સિકયોરિટી સાથે કોઇ પણ જાતની બાંધછોડ થઇ શકે નહીં. નિવેદનમાં એવું પણ જણાવાયું છે કે જે ઇલેકટ્રોનિક ગેઝેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાંથી સેન્ટર પર પહેલેથી જ પ્રતિબંધ છે.(૨૩.૧૦)

 (03:49 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS