Mukhy Samachar

News of Friday, 19th May, 2017

એમેઝોન પરથી ૪જી સ્માર્ટફોન ખરીદોઃ વોડાફોન આપશે ૪૫જીબી ડેટા ફ્રી

   વોડાફોન પોતાના યુઝર્સને ૪૫ જીબી ૪જી ડેટા આપવાની ઓફર આપી રહ્યું છે. આ ઓફર પ્રીપેડ અને પોસ્ટપેડના નવા અને જૂના બંને ગ્રાહકો માટે છે. આ ઓફરને વોડાફોને ઓનલાઈન શોપિંગ વેબસાઈટ એમેઝોનની સાથે મળીને આપી રહી છે.  ઓફરનો લાભ લેવા માટે એમેઝોન પરથી નવો ૪જી સ્માર્ટફોન ખરીદવાનો રહેશે. ૧૧ મેથી શરૂ થયેલી આ ઓફરનો લાભ લેવા માટે ૩૦ જૂન સુધી એમેઝોન પરથી ૪જી સ્માર્ટફોન ખરીદવાનો રહેશે.આ ઓફરમાં કંપનીએ તેના માટે કેટલીક શરતો રાખી છે. જેમાં એક મહીના માટે ઓછામાં ઓછું ૧ જીબી ડેટાનું રિચાર્જ કરાવવું પડશે. તેની સાથે ૯ જીબી ડેટા ફ્રી મળશે. ૯ જીબી એકસ્ટ્રા ડેટા પાંચ વખત રિચાર્જ કરાવવા પર મળશે.

 (03:46 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો