Mukhy Samachar

News of Friday, 19th May, 2017

કાર્તિ ચિદમ્બરમે ઓળખ છુપાવવાના પ્રયાસ કર્યા છે

ઇડીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો કરાયો : કાર્તિ ચિદમ્બરમ જ એએસપીસીએલના ઇન્ચાર્જ તેમજ અસલ લાભાર્થી તરીકે છે : ઇડીની તપાસથી નવો વિવાદ

   નવી દિલ્હી,તા. ૧૯: પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ અને તેમની કથિત કાગળો પરની કંપનીઓની સામે ચાલી રહેલી તપાસ દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને કેટલાક નવા પુરાવા હાથ લાગ્યા છે. જે દર્શાવે છે કે કાર્તિ ચિદમ્બરમે કેટલીક બાબતોને છુપાવવા માટેના પ્રયાસ કર્યા હતા. ઇડીને મળેલા દસ્તાવેજોમાં કેટલાક ખુલાસા થયા છે. જેમાં જાણવા મળે છે કે કાર્તિના  નજીકના એસ ભાસ્કરરમનના પત્નિને ઓન રેકોર્ડ એડવાન્ટેજ સ્ટ્રેટેજિનક પ્રાઇવેટ લિમિટેડના પ્રમોટર અને ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા. આન પાછળનો મુખ્ય હેતુ એવા લોકોની ઓળખ છુપાવવાનો હતો જે લોકો આ બિઝનેસ પર અંકુશ ધરાવતા હતા. દસ્તાવેજોથી જાણવા મળ્યુ છે કે કાર્તિક ચિદમ્બરમ જ એએસસીપીએલના ઇન્ચાર્જ અને અસલી લાભાર્થી તરીકે છે. આઇએનએક્સ રોકાણને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન  બોર્ડની મંજુરીના મામલે આ જ કંપની સીબીઆઇ તપાસના ઘેરામાં છે. ઇડી દ્વારા હવે કાર્તિની સામે મની લોન્ડરિંગની તપાસ કરવાની યોજના ધરાવે છે. આ તપાસ સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઇઆરના આધાર પર હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં કાર્તિની સામે તકલીફ આવી શકે છે. કાયદાકીય ગૂંચમાંથી તેમને પસાર થવાની ફરજ પડી શકે છે. હાલમાં તેમના આવાસ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

 (03:46 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS