Mukhy Samachar

News of Friday, 19th May, 2017

હિમાચલમાં ભૂકંપના આંચકા અનુભવાયા

જાનમાલનું કોઇ નુકસાન થયું નથી

   સિમલા તા. ૧૯ : આજે વહેલી પરોઢિયે હિમાચલ પ્રદેશમાં ઓછી તીવ્રતાવાળા ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. ભૂકંપનો પ્રથમ આંચકો વહેલી પરોઢિયે ૩.૩૩ કલાકે અનુભવાયો હતો. આ આંચકાની તીવ્રતા રિકટર સ્કેલ પર ૨.૮ માપવામાં આવી હતી, જયારે ભૂકંપનો બીજો આંચકો સવારે ૫.૩૨ કલાકે અનુભવાયો હતો, જેની તીવ્રતા રિકટર સ્કેલ પર ૪.૫ માપવામાં આવી હતી.

   વહેલી પરોઢિયે લોકો જયારે ભરનિંદરમાં હતા ત્યારે ભૂકંપના ઉપરાછાપરી બે આંચકા અનુભવાતા લોકો સફાળા જાગી ગયા હતા અને ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઙ્ગલોકો ડરના માર્યા પોતાના ઘરમાંથી બહાર રસ્તા પર દોડી આવ્યા હતા. જોકે અહેવાલો અનુસાર ભૂકંપના આ આંચકાથી જાનમાલને કોઈ નુકસાન કે ખુવારી થઈ નથી. ભૂકંપના આ આંચકાનું એપી સેન્ટર જમ્મુ અને કાશ્મીર નિકટના ચંબા જિલ્લામાં હોવાનું જાણવા મળે છે.

 (03:45 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS