Mukhy Samachar

News of Friday, 19th May, 2017

પાકિસ્તાને સરહદ નજીક અણુશસ્ત્રોનું મોટુ મથક ઉભુ કર્યુ

આ ઘટસ્ફોટ સેટેલાઇટ ઇમેજના માધ્યમ દ્વારા કરવામાં આવ્યો

પાકિસ્તાને સરહદ નજીક અણુશસ્ત્રોનું મોટુ મથક ઉભુ કર્યુ

   નવી દિલ્હી તા. ૧૯ : પાકિસ્તાન સરહદની નજીક પાકિસ્તાને અણુશસ્ત્રોનો એક ગુપ્ત શસ્ત્ર ભંડાર ઊભો કર્યો છે. ભારત-પાક. સરહદની નજીક પાકિસ્તાની વિસ્તારમાં અણુશસ્ત્રોના એક ગુપ્ત મથકનો પર્દાફાશ થયો છે. સરહદની પેલે પાર પાકિસ્તાનના ખૈબર પુખ્તનખ્વા વિસ્તારમાં આ શસ્ત્ર ભંડારનું લોકેશન બતાવવામાં આવી રહ્યું છે. અહીં હરિપુર વિસ્તારની નજીક પીરથાન પહાડ નીચે અણુશસ્ત્રોનો સંગ્રહ કરવાના હેતુથી આ મથક ઊભું કરવામાં આવ્યું છે. ભારતની ચિંતાને વધારતો આ ઘટસ્ફોટ લશ્કરના ગુપ્તચર તંત્રોએ કર્યો છે.

   આ ઘટસ્ફોટ સેટેલાઈટ ઈમેજના માધ્યમ દ્વારા કરવામાં આવ્યો છે. એવું જણાવાયું છે કે સેટેલાઈટ ઈમેજરીના માધ્યમથી લશ્કરી ગુપ્તચર તંત્ર દ્વારા એકત્ર કરવામાં આવેલા ઈનપુટ્સ પરથી એવું જાણવા મળ્યું છે કે પાકિસ્તાને ત્યાં અણુશસ્ત્રોનો સંગ્રહ કરવા માટે એક ગુપ્ત મથક બનાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ લોકેશન એટલું મોટું છે કે ત્યાં પાકિસ્તાની બેલેસ્ટિક મિસાઈલ શાહિન-૩ને સહેલાઈથી છુપાવી શકાય છે.

   પાકિસ્તાન આ ગુપ્ત મથક દ્વારા યુદ્ઘ દરમિયાન હુમલો કરીને ભારતનાં કેટલાંય મોટાં શહેરોમાં તબાહી મચાવી શકે છે, કારણ કે આ ગુપ્ત મથક અમૃતસરથી માત્ર ૩૨૦ કિ.મી., ચંડીગઢથી માત્ર ૫૨૦ અને નવી દિલ્હીથી ૭૨૦ કિ.મી. દૂર છે, જયારે પાકિસ્તાન ત્યાં શાહિન મિસાઈલ-૩ ગોઠવીને ત્યાંથી જો હુમલો કરે તો ભારતનાં અનેક શહેરને નિશાન બનાવી શકે છે, કારણ કે શાહિન-૩ની પ્રહાર ક્ષમતા ૨,૭૫૦ કિ.મી. છે. શાહિન-૩ મિસાઈલનું પ્રથમ પરીક્ષણ ૯ માર્ચ ૨૦૧૫ના રોજ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલ જમીનથી જમીન પર પ્રહાર કરવા માટે સક્ષમ છે.

 (03:44 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS