Mukhy Samachar

News of Friday, 19th May, 2017

કેજરીવાલ જશે જેલમાં: કપિલનો ધડાકોઃ ફોડ્યો 'હવાલાબોંબ'

'આપ'ના સસ્પેન્ડેડ નેતા કપિલ મિશ્રાએ આમ આદમી પાર્ટી - કેજરીવાલ ઉપર હવાલા કારોબારમાં સામેલ હોવાનો આરોપ : મારા હાથમાં કેજરીવાલનો કોલર છે અને તેઓ હરહાલમાં જશે તિહારઃ 'આપ'માં હવાલા કંપનીઓના પૈસા હોવાનો આક્ષેપ

કેજરીવાલ જશે જેલમાં: કપિલનો ધડાકોઃ ફોડ્યો 'હવાલાબોંબ'

   નવી દિલ્હી તા. ૧૯ : દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટીથી કાઢી મૂકવામાં આવેલા આપના પૂર્વ વિધાયક અને દિલ્હી સરકારના પૂર્વ મંત્રી કપિલ મિશ્રાએ એકવાર ફરીથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવ્યાં છે. આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે કેજરીવાલને સીધા હવાલા કરનારા ગણાવ્યાં અને તેમના રાજીનામાની માંગણી કરી. અરવિંદ કેજરીવાલ અને આપના અન્ય સભ્યો દ્વારા મુકેશકુમાર નામની વ્યકિતનો વીડિયો શેર કરવા બાબતે તેમણે જણાવ્યું કે આ વીડિયો સદંતર ખોટો છે.

   તેમણે કોઈ હેમપ્રકાશ શર્મા નામની વ્યકિતનો ઉલ્લેખ કર્યો જેને બચાવવા માટે કેજરીવાલ અને આપએ મુકેશકુમારને આગળ કર્યાં. કપિલે ફાળો આપનારી કંપનીઓના લેટર હેડને લઈને આરોપ લગાવ્યો કે ઘરમાં બેસીને બનાવેલા લેટરહેડ છે. સનવિઝન કંપનીના એક લેટર હેડના સાઈનને લઈને દાવો કર્યો કે તેના ઉપર કરાયેલી સાઈન મુકેશકુમારની નથી. અરવિંદ કેજરીવાલ, આપ અને તેના સભ્યો પર લગાવેલા આરોપોને લઈને કપિલે કહ્યું કે બની શકે કે 'તેમની હત્યા પણ કરાવી નાખે.' હ્યું કે કેજરીવાલે જણાવ્યું હતું કે તેમની પાર્ટીને ફાળો કયાંથી આવ્યો તે તેમને ખબર નથી. આ મુદ્દે કપિલે કહ્યું કે કેજરીવાલ હવે આવકવેરા વિભાગને જણાવે કે બે કરોડ રૂપિયા કયાંથી આવ્યાં. તેમણે ફાળાની તારીખને લઈને પણ દાવો કર્યો કે એમસીડી ઈલેકશનથી એક દિવસ પહેલા જ અપાયો હતો. જે સમયે મુકેશકુમારે પાર્ટીને ફાળો આપ્યો તે સમયે તેઓ એ કંપનીમાં હતાં જ નહીં. કપિલે આરોપ લગાવ્યો કે કેજરીવાલે મુકેશકુમારના દાવાને લઈને બેઝિક તપાસ કરી નહતી. તેમણે કહ્યું કે સારૂ થયું કે ભગવાને આ વીડિયો કેજરીવાલ દ્વારા શેર કરાવ્યો.

   કપિલે કંપનીઓને નકલી બતાવતા કહ્યું કે તે કોઈ દસ વર્ષથી ચાલતી નથી. તેમણે અન્ય કંપનીઓ પણ નકલી હોવાનો દાવો કર્યો. તેમણે મુકેશકુમારની એક કંપની એસકેએન એસોસિએટ અંગે એક વીડિયો સ્ટિંગ દ્વારા જણાવ્યું કે મુકેશકુમારની આ કંપની બનાવટી છે. વીડિયોમાં નકલી કંપની સંબંધિત બિલ્ડિંગને દર્શાવાયું છે જે અંગે આસપાસના લોકોને પૂછપરછ દેખાડી છે. તેમણે જણાવ્યું કે 'નીલે આ સ્ટિંગ પોતે કરાવ્યું. 'મુકેશ બેન્ક ડિફોલ્ટર' છે. વિભાગે તેમની બિલ્ડિંગનું જાહેરનામુ કરી દીધું હતું. મુકેશ વેટ નથી આપતો, ટેકસ નથી આપતો પરંતુ બે કરોડનો ફાળો આપે છે.' કપિલે તેને સીધે સીધી સરકારી તાકાતના દુરઉપયોગનો મામલો ગણાવ્યો. તેમણે કહ્યું કે આ કંપની જાન્યુઆરી ૨૦૧૪માં બંધ થવી જોઈતી હતી પરંતુ હજુ ચાલી રહી છે. તેમણે તેને પણ અત્યાર સુધીનો સૌથી મોટો 'પબ્લિક કરપ્શન'નો મામલો ગણાવ્યો.

   અરવિદ કેજરીવાલ એક ગુડ્ડો છે. તેમને ભારત છોડીને ભાગવું પડશે.હેમ પ્રકાશ શર્માને ઇનકમ ટેકસ પણ શોધી રહ્યું છે. કપિલ મિશ્રાએ કહ્યું કે ડેવલિન કોર્પોરેશન એક હવાલા કંપની છે. જેના માલિક રોહિત ટણ્ડન છે. જયારે હેમ પ્રકાશ શર્મા પણ તેમના માલિક છે. મુકેશ કુમારની કંપની પર દિલ્હી સરકારની ઘણી નોટીસ આવી છે. આજ કારણે તેઓ અરવિદ કેજરીવાલની તમામ વાત માને છે. કપિલ મિશ્રાએ પ્રેસ કોન્ફરન્સમાં એક પ્રેઝન્ટેશન પણ બતાવ્યું હતું. તેમણે બતાવ્યું કે એ સાથે રાત્રે ૧૨ વાગે ૪ કંપનીઓએ ૫૦ લાખ રૂપિયા મોકલ્યા. તેમણે કહ્યું કે આ પ્રક્રિયા જે રીતે લેટર હેડ બનાવવામાં આવી છે. તે લેટરહેડ પણ નકલી છે. જે ઘરે બેસીને બનાવવામાં આવ્યું છે. બે લેટરહેડમાં મુકેશ કુમારની સાઇન છે. જયારે બેમાં સાઇન નથી. મુકેશ કુમારને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યાં છે. કેજરીવાલ આજકાલ ખોટી માહિતી ફેલાવી રહ્યાં છે. મીડિયાએ આ તમામ બાબતની તપાસ કરવી જોઇએ.

 (03:44 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો