Mukhy Samachar

News of Friday, 19th May, 2017

કૌભાંડી - ભાગેડુઓ પર લગામ કસવા લવાઇ રહેલા વિધેયકનો ડ્રાફટ રજ

કેન્દ્ર સરકારે સખ્ત કાયદાકીય જોગવાઇ બનાવવાની કોશિષ તેજ કરીઃ છટકબારી નહી કરી શકે : 'ભાગેડુ' આર્થિક ગુનેગાર વિધેયક ૨૦૧૭ અંતર્ગત સરકાર તમામ આરોપીની સંપત્તિ જપ્ત કરી શકે

કૌભાંડી - ભાગેડુઓ પર લગામ કસવા લવાઇ રહેલા વિધેયકનો ડ્રાફટ રજ

   નવી દિલ્હી તા. ૧૯ : આર્થિક કૌભાંડો કરી દેશ છોડી જનારા એકમાત્ર વિજય માલ્યા જેવા એકલદોકલ કિસ્સા નથી, પરંતુ અન્યો પણ છે. જોકે નવીનવી છટકબારીઓ શોધી દેશનું કરી જનારા આવા મગરમચ્છોને જાળમાં લેવા સખત કાયદાકીય પ્રાવધાન બનાવવાની કોશિશ તેજ કરવાની જરૂરત હોવાનું વિજય માલ્યા કેસ દરમિયાન જણાઇ આવ્યું હતું. તે માટે સરકારને આર્થિક અને કાયદાકીય નિષ્ણાતોએ સૂચનો પણ કર્યાં હતાં. જેને લઇને કેન્દ્ર સરકાર વિજય માલ્યા જેવા આર્થિક કૌભાંડીઓને નશ્યત કરી શકાય તેવો કાયદો ઘડી રહી છે. કેન્દ્ર સરકારે આ દિશામાં આગળ વધતાં વિધેયક લાવી રહી છે જેનો ડ્રાફટ ગુરૂવારે રજૂ કરવામાં આવ્યો છે.

   આ ડ્રાફટમાં લોન લઇને આર્થિક કૌભાંડો કરી ભારતીય અદાલતોથી બચી વિદેશ ભાગી જનારા લોકો પર લગામ કસવામાં આવી રહી છે. આ વિધેયકને બ્રિટન ભાગી જનારા વિજય માલ્યા જેવા લોકોને સંકજામાં લેવાના પ્રયાસ તરીકે પણ જોવાઇ રહ્યો છે. પોતાની દેવામાં ડૂબેલી કિંગફિશન એરલાઇન્સના નામ પર ૯,૦૦૦ કરોડથી વધુની લોન લઇ ભાગી ગયેલા વિજય માલ્યાના બ્રિટનમાંથી ભારતમાં પ્રત્યાર્પણ પ્રક્રિયા ચાલી રહી છે.

   સરકાર અને સામાન્ય જનતાના સ્તર પર જરૂર વર્તાઇ રહી છે કે મોટા આથિક કૌભાંડો કરી અન્ય દેશમાં જતાં રહેલાં લોકો ભારતની કાનૂની પ્રક્રિયાને મજાકરુપ માને છે અને તેના પર સવાલો ઉભા કરે છે. આ સ્થિતિનું નિવારણ કરી આર્થિક અપરાધીઓ વિરુદ્ઘ કાયદાકીય અને બંધારણીય સકંજો મજબૂત કરવા માટે જ કેન્દ્ર સરકાર નવું વિધેયક લાવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદન પ્રમાણે નવા આખિત ભાગેડુ અપરાધી વિધેયકથી એ અપરાધીઓ પર સકંજો કસી શકાશે.

   આર્થિક અપરાધી દ્યોષિત કરવાના પૂરા મામલાની સુનાવણી માટે મની લોન્ડરિંગ એકટ હેઠળ વિશેષ અદાલતો બનાવાશે.. વિધેયક મુજબ તેવી વ્યકિતને 'ભાગેડુ આર્થિક અપરાધી' કેટેગરીમાં ઓળખાવાશે  જેના વિરુદ્ઘ અદાલતે એરેસ્ટ વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હોય. તે દેશ છોડી ભાગી ગયો હોય અને કાનૂની પ્રક્રિયાથી બચવા માટે પાછાં આવવા ઇન્કાર કરી રહ્યો હોય.

   નવું વિધેયક પાસ થયા બાદ આર્થિક ગુનાઓને હાલના કાયદાઓનું સ્થાન લેશે. નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું છે કે તેઓ સંસદ દ્વારા સંવૈધાનિક કાયદો બનાવવા જઇ રહ્યાં છે. આ બિલ પ્રમાણે ભારત છોડી દેવા પર કાયદાકિય પ્રક્રિયામાં શામેલ થવા માટે ભારત આવવાની ના પાડનાર વ્યકિતને ઇ નોટિસ ફાળવવામાં આવશે.

   આ નોટિસ તેમના આધાર કે પાન કાર્ડ આવેદનમાં આપવામાં આવેલ સરનામા પર મોકલવામાં આવશે. ત્યાર બાદ સંપતિ જપ્ત કરીને તેમાંથી પ્રાપ્ત થનારી રકમ તે વ્યકિતની છેતરપીડીનો શિકાર થયેલા વ્યકિતઓને ચૂકવવામાં વાપરવામાં આવશે. બિલ પ્રમાણે કુલ ૧૦૦ કરોડથી વધારે આર્થિક ગુના ધરાવતા લોકો જ આ બિલમાં શામેલ થશે. આ મામલે સરકારે ૩ જૂન સુધી હિતધારકો અને લોકો પાસે આ મામલે મંતવ્યો માંગ્યા છે.

 (03:43 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો