Mukhy Samachar

News of Friday, 19th May, 2017

રાજ્યસભામાં ફરી અહેમદભાઈ જ જશે

શંકરસિંહજી ૨૪ કે ૨૫ મીએ ગુજરાત પરત ફરશે અને ઘીના ઠામમાં ઘી : ૨૪ કે ૨૫મીએ વાઘેલા, ભરતસિંહ અને ગેહલોત વચ્ચે મીટીંગઃ સીંગલ નામ જ મોકલાશે

રાજ્યસભામાં ફરી અહેમદભાઈ જ જશે

   રાજકોટ, તા. ૧૯ :. ગુજરાત કોંગ્રેસ માટે ૨૪ અને ૨૫ મે ઘી ના ઠામમાં ઘી પાડનારી બની જવાની અને ૨૪ કે ૨૫ મીએ રાજ્ય પ્રભારી અશોક ગેહલોત સાથે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાની સંયુકત બેઠક મળશે. સૌ સારા વાના થઈ જાય અને આગામી રાજ્યસભા માટે તમામ પ્રદેશ આગેવાનોના મોભી અને માર્ગદર્શક શ્રી અહેમદભાઈ પટેલનું સીંગલ નામ જ હાઈકમાન્ડને મોકલાશે તેવા વાવડ મળી રહ્યા છે.

   એમ પણ કહેવાય છે કે શંકરસિંહ બાપુ ૨૪ કે ૨૫ દરમ્યાન જ ગુજરાત પરત ફરશે આ તારીખે જ રાજ્યભરના ડેમેજ કંટ્રોલ માટે અશોક ગેહલોત અમદાવાદ આવી રહ્યા છે. આ દિવસે ગેહલોતજી સાથે બાપુ અને ભરતસિંહ સોલંકીની વચ્ચે સર્વગ્રાહી મંત્રણા પણ થશે.

   ૮ મી જૂને ગુજરાતમાંથી રાજ્યસભાના ૩ સભ્યો માટેની ચૂંટણી યોજવાના છે. આ ચૂંટણીઓ પણ બીનહરીફ જ યોજવાની શકયતા છે. કોંગ્રેસમાથી ફરી સોનીયાજીના રાજકીય સલાહકાર અને પ્રદેશ કોંગ્રેસના તમામ નેતાઓના પથદર્શક શ્રી અહેમદભાઈ પટેલ જ રીપીટ થશે. કોંગ્રેસની પ્રણાલીકા મુજબ ગુજરાતથી નામની દરખાસ્ત થશે. જેમા વિપક્ષી નેતા અને પ્રદેશ પ્રમુખ દરખાસ્ત અને ટેકાની વિધી કરીને હાઈકમાન્ડને સીંગલ નામ મોકલશે જે ગેહલોતજી દિલ્હી પરત ફરે ત્યારે દરખાસ્ત સાથે લઈ જશે.

   મળતા વાવડ મુજબ મોટા ભાગની ગેરસમજો કે સૂચનો અંગે હાલ બધુ હકારાત્મક જ ચાલે છે અને ઘી ના ઠામમાં ઘી પડી જશે અને ઘી ફરી કોંગ્રેસના સંગઠનમાં વાપરવાનું શરૂ કરી દેવાશે.

 (03:42 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો