Mukhy Samachar

News of Friday, 19th May, 2017

GST કાઉન્સીલની બેઠક સમાપ્તઃ સોના અંગે ફેંસલો ટળ્યોઃ સર્વિસ ટેકસ ઘટી જશેઃ ફાઇનાન્સિયલ સર્વિસીસ થશે મોંઘી

હેલ્થકેર અને શિક્ષણને જીએસટીના દાયરામાંથી મુકિતઃ ટેલીકોમ અને ફાઇનાન્સિયલ સર્વિસીસ ઉપર ૧૮ ટકા જીએસટી માટે સહમતી : લકઝરી સર્વિસીસ માટે ર૮ ટકા જીએસટીઃ ટેકસના દાયરાના બહારની સર્વિસીસની યાદી તૈયારઃ હવે પછી ૩જી જુને કાઉન્સીલની બેઠક

GST કાઉન્સીલની બેઠક સમાપ્તઃ સોના અંગે ફેંસલો ટળ્યોઃ સર્વિસ ટેકસ ઘટી જશેઃ ફાઇનાન્સિયલ સર્વિસીસ થશે મોંઘી

      નવી દિલ્હી તા.૧૯ : ગુડઝ અને સર્વિસીસ ટેકસ અંગે શ્રીનગરમાં યોજાયેલી બે દિવસની બેઠક આજે બપોરે પુરી થઇ છે. આ બેઠકમાં જીએસટી અંતર્ગત સોના ઉપર કેટલો ટેકસ રાખવો એ અંગે કોઇ સર્વસંમતિ સધાય નથી અને સોના ઉપરનો નિર્ણય ૩જી જુનના રોજ દિલ્હીમાં હવે પછી મળનાર જીએસટી કાઉન્સીલની બેઠકમાં લેવાશે. જીએસટી અંતર્ગત સર્વિસ ટેકસ ઘટશે. મોટાભાગની ચીજો ૧ર થી ૧૮ ટકાના દાયરામાં આવશે. આજે લેવાયેલા નિર્ણય અનુસાર હેલ્થકેર અને શિક્ષણને જીએસટીના દાયરામાંથી બહાર રાખવામાં આવશે. આજે મોટાભાગની સર્વિસીસ પરના રેટ નક્કી કરવામાં આવ્યા હતા.

      સુત્રોના જણાવ્યા ફાઇનાન્સિયલ સર્વિસીસ પર ૧૮ ટકાનો રેટ લાદવા સહમતી થઇ હતી. ટેલીકોમ સર્વિસીસ ઉપર પણ ૧૮ ટકાનો રેટ નક્કી કરવામાં આવ્યો છે. બેઠકમાં સર્વિસ ટેકસ પરના સ્લેબ અંગે પણ ચર્ચા થઇ હતી. લકઝરી સર્વિસ પર ર૮ ટકા જીએસટી લગાડવા સહમતી થઇ હતી એટલે કે પ૦૦૦થી વધુ ભાડાવાળી હોટલના રૃમના ભાડા પર ર૮ ટકાનો જીએસટી લાગશે.

      સુત્રોના જણાવ્યા પ્રમાણે જીએસટી હેઠળ સર્વિસ ટેકસ ઘટી જશે. મોટાભાગની ચીજવસ્તુઓને ૧ર થી ૧૮ ટકાના દાયરામાં રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. સર્વિસીસ ટેકસના બારામાં લાંબી ચર્ચા બાદ કેટલાક રાજયો ટેલીકોમ, બેન્કીંગ જેવી કોમન સર્વિસીસને લોઅર સ્લેબમાં રાખવાના પક્ષમાં હતા. હાલ સર્વિસ ટેકસનો દર ૧પ ટકા છે.

      અત્રે એ નોંધનીય છે કે ગઇકાલે ૧ર૦પ જેટલી આઇટમો પરના રેટ નક્કી કરવામાં આવ્યા હતા. બીસ્કીટ અને ફુટવેરના મામલામાં કેટલાક રાજયો અને ઉદ્યોગો લો પ્રાઇસવાળી પ્રોડકટ માટે છુટ કે લોઅર ટેકસ સ્લેબની વ્યવસ્થા ઇચ્છતા હતા.

       

 (02:58 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS