Mukhy Samachar

News of Friday, 19th May, 2017

પાન મસાલા- ગુટકા પર ૨૦૪ ટકા તથા કોલ્ડ્રીંકસ ઉપર લાગશે ૧૨ ટકા સેસ

૧લી જુલાઇથી જીએસટીના અમલ બાદ સૌથી વધુ અસર પાન મસાલા, ગુટકા, સિગારેટ, તમાકુ ઉપર પડશેઃ પાન મસાલા પર ૬૦ ટકા તો તમાકુ પર ૭૧-૨૦૪% લેવી લાગશેઃ ૧૫૦૦ સીસીથી વધુની કાર ઉપર ૧૫ ટકા સેસ

પાન મસાલા- ગુટકા પર ૨૦૪ ટકા તથા   કોલ્ડ્રીંકસ ઉપર લાગશે ૧૨ ટકા સેસ

   નવીદિલ્હી,તા.૧૯: ૧લી જુલાઇથી જીએસટી લાગુ થયા બાદ સૌથી વધુ સેસ ૨૦૪% પાનમસાલા, ગુટખા પર લેવાશે ઉપરાંત કોલ્ડ્રીકસ પર ૧૨% અને મોટી કારો પર ૧૫% સુધી સેસ લાગશે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ જીએસટી હેઠળ લકઝરી આઇટમ્સ પર સેસ લગાવવાની સંમતિ આપી છે.

   સેસના દાયરામાં નાની કારથી માંડીને મોઘા થાય પણ સામેલ છે. સૌથી ઓછો સેસ ચાર મીટરથી નાની અને ૧૨૦૦ સીસીથી ઓછી કારો ૫૨ ૧ ટકા લગાવામાં આવશે. જ્યારે મોટી કારો (૧૫૦૦ સીસીથી વધુ) પર ૧૫% સેસ લાગશે. ૩૫૦ સીસીવાળી બાઇકસ પર ૩ ટકા સેસ આપવો પડશે. ગઇકાલે  થયેલી જીએસટી કાઉન્સીલની ૧૪મી બેઠકમાં ૧૨૦૫  વસ્તુઓ પર  જીએસટી દર નક્કી  કરવામાં આવ્યા.  જીએસટી  કાઉન્સીલ દ્વારા નક્કી કરેલા  સેસનો  દર સોૈથી વધુ અસર પાન  મસાલા, ગુટખા,  સિગારેટ અને તંબાકુ પર પડશે. તેના  હેઠળ પાન મસાલા પર ૬૦ ટકા સેસ તો તમાકુ પર ૨૦૪% સુધી ટેક્ષ લગાવવાની પ્રપોઝલ છે. જ્યારે ખૈેની, જર્દા ૧૬૦ ટકા, સુધી ટેકસ લગાવવાની પ્રપોઝલ છે આવી જ રીતે ફિલ્ટર - નોન ફિલ્ટર સિગારેટની વિવિધ કેટેગરી  પર ૫% સેસ આપવો પડશે. પાનમસાલા, ગુટખા, તંબાકુ, સિગારેટ પર લગાવાથીૅ તેના ભાવમાં વધારો થઇ શકે છે.

    નોન ફિલ્ટર સિગારેટ પર % હિસાબથી ૨૮૭૬ રૂપિયા આપવા પડશે. જ્યારે ફિલ્ટર સિગારેટ ૫% હિસાબથી ૨૧૨૬ રૂપિયા આપવા પડશે.બ્રાન્ડેડ ગુડખા  પર ૭૨% સેસ જ્યારે પાઇપમાં ઉપયોગ કરેલા સ્મોકિંગ મિશ્રણ પર ૨૯૦% લેવી લાગશે. કોલસાના  દરેક ટન પર ૪૦૦ રૂપિયા લેવી થશે.(૪૦.૩)

 (02:51 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS