Mukhy Samachar

News of Friday, 19th May, 2017

માલ્યાના ૧૦૦ કરોડના ફાર્મ હાઉસ પર હવે ઇડીનો કબજો

કિંગફિશર વિલ્લા બાદ હવે ફાર્મ હાઉસ પર કબજો લેવાયો

માલ્યાના ૧૦૦ કરોડના ફાર્મ હાઉસ પર હવે ઇડીનો કબજો

   નવી દિલ્હી,તા. ૧૯: ભારતમાંથી ફરાર થયા બાદ હાલમાં બ્રિટનમાં રહેલા શરાબ કારોબારી વિજય માલ્યા પર સકંજો વધુ મજબુત કરવામાં આવી રહ્યો છે. હવે મહારાષ્ટ્રના કોકણ પ્રદેશના રાયગઋ જિલ્લામાં  ૧૦૦ કરોડની કિંમતના તેમના શી ફ્રન્ટ ફાર્મ હાઉસ પર ઇડી દ્વારા કબજો મેળવી લેવામાં આવ્યો છે. સત્તાવાર સુત્રોે આ મુજબની માહિતી આપી છે. આ ફાર્મ હાઉસ બીચ ાસથે ૧૭ એકર વિસ્તારમાં છે. ઇડીએ કહ્ય છે કે માન્ડવા ફાર્મસ પ્રાઇવેટ લિમિટેટ  સાથે જોડાયેલી આ સંપત્તિ પર હાલમાં નિષ્ક્રિય થયેલી કિંગ ફિશર એરલાઇન્સનો કબજો છે. કિંગ ફિશર એરલાઇન્સ વિજય માલ્યાની માલિકીની છે. માલ્યા હાલમાં બ્રિટનમાં છે. મુંબઇની કોર્ટ દ્વારા તેમને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા. ૨૫મી એપ્રિલના દિવસે ઇડીએ આ પ્રોપર્ટી ખાલી કરી દેવા માટે કંપનીને આદેશ કર્યો હતો. ૨૫ કરોડની રજિસ્ટ્રી સાથે આ પ્રોપર્ટી ખાલી કરવા માટે કહેવામાં આવ્યુ હતુ. મોડેથી સંપત્તિ પર કબજો કરવા સાથે સંબંધિત આદેશને લઇને સમર્થન આપવામાં આવ્યુ હતુ. માનડાવ ફાર્મ્સ પ્રાઇવેટ લિમીટેડ ટ્રિબ્યુનલ સમક્ષ આ હિલચાલને પડકાર ફેંકીને રજૂઆત કરી હતી. સાથે સાથે સ્ટેની માંગ કરવામાં આવી હતી. આ માંગને ૧૬મી મેના દિવસે ફગાવી દેવામાં આવી હતી. આની સાથે જ સંપત્તિ પર કબજો કરી લેવાનો માર્ગ મોકલો થયો હતો. અત્રે નોંધનીય છે કે ગોવામાં લગ્ઝરી બીચફ્રન્ટ બંગલા પર કબજો કરવામાં આવ્યો હતો. ભારતીય બેંકો પાસેથી લેવામાં આવેલા માલ્યાના ૮૧૯૧ કરોડની વસુલી કરવા માટે મોટા પાયે ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. માર્ચ ૨૦૧૬માં માલ્યા બ્રિટન ફરાર થઇ ગયા હતા. ૧૮મી એપ્રિલના દિવસે લંડનમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.

 (12:46 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો