Mukhy Samachar

News of Friday, 19th May, 2017

જીએસટી અમલી બન્યા બાદ લગ્ઝરી કાર વધારે મોંઘી થશે

મોટા ભાગના લોકો જે વસ્તુઓનો હાલ ઉપયોગ કરે છે તે વસ્તુઓ ઉપર ટેક્સ બોજ ઓછો રાખવા સહમતિ થઇ

   નવી દિલ્હી,તા. ૧૯: કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કેટલીક પ્રોડક્ટસ પર જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના હિસાબથી જીએસટીના દરો નક્કી કરવા પર સહમતી થઇ હતી. એવી ૮૦થી ૯૦ ટકા વસ્તુઓ પર સહમતિ થઇ છે જે વસ્તુઓનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. જો કે જીએસટીની અસર નાની કાર પર પણ જોવા મળી શકે છે. નાની કાર પર ઓચા તો મોટી કાર પર વધારે ટેક્સ રહેશે. આનો મતલબ એ થયો કે કાર વધારે મોંઘી થનાર છે. જીએસટી લાગુ કરવામાં આવ્યા બાદ નાની કાર પર ૨૮ ટકા જીએસટીની સાથે સાથે સેસ પર લાગુ કરવામાં આવનાર છે. લગ્ઝરી કાર પર ૨૮ ટકા ટેક્સ અને ૧૫ ટકા સેસ લાગુ કરવામાં આવનાર છે. શ્રીનગર બેઠકમાં ગઇકાલે ગુરૂવારે નવી ટેક્સ વ્યવસ્થા માટે તમામ નવ નિયમોને જીએસટી કાઉન્સિલ દ્વારા મંજુર કરવામાં આવતા અનેક અડચણો દુર થઈ છે. કાઉન્સિલ દ્વારા કમ્પોઝીશન, વેલ્યુએશન, ટ્રાન્ઝેકશન, ઈનપુટ ટેક્સ ક્રેડિટ, ઈનવોઈસ, પેમેન્ટ, રિફંડ, રજીસ્ટ્રેશન અને રિટર્ન સાથે સંબંધિત બાબતોને અંતિમ ઓપ આપવામાં આવ્યા હતા. જીએસટી રેટ નક્કી કરતા પહેલા મુક્તિઓના મુદ્દે ચર્ચા થશે. બીજી બાજુ ૦ થી ૫ ટકાની કેટેગરીમાં આવનાર વસ્તુઓ પૈકી ૮૦ થી ૯૦ ટકા વસ્તુઓ મુદ્દે સર્વંસમતિ થઈ ચુકી છે. જોકે પેકેજ્ડ ફુડ આઈટમ્સ માટે રેટને લઈને મતભેદોની સ્થિતિ છે. હકીકતમાં  ૦ થી લઈને ૫ ટકાની કેટેગરીમાં આવનાર વસ્તુઓના મુદ્દે જીએસટી કાઉન્સિલની બેઠકમાં પ્રથમ દિવસે ચર્ચા વિચારણા થઈ હતી. હેન્ડીક્રાફ્ટ માટે જીએસટી રેટ ૧૨ રાજ્યો સાથે સંબંધિત છે. લંચ બાદ જીએસટી કાઉન્સિલની બેઠકમાં ૧૨, ૧૮ અને ૨૮ ટકાના સ્લેબ અને સેસના રેટ હેઠળ આવનાર વસ્તુઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

 (12:45 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો