Mukhy Samachar

News of Friday, 19th May, 2017

૬-૨૩ મહિનાના વયજૂથમાં પર્યાપ્ત આહારની બાબતમાં ગુજરાત પછાત

નેશનલ ફેમિલી હેલ્થ સર્વેક્ષણઃ ગુજરાત કરતા UPની સ્થિતિ સારી

   નવી દિલ્હી તા. ૧૯ : ગુજરાત સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ રાજ્યનો હ્યુમન ઇન્ડેક્ષ્ટ તળિયેજ રહ્યો છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેક્ષણ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટના નવા વિશ્લેષણમાં ૬ થી ૨૩ મહિનાના બાળકોને પર્યાપ્ત ખોરાક આપવાના મામલે ગુજરાત દેશના તમામ રાજ્યોમાં છેલ્લેથી બીજાક્રમે હોવાનો ઘટસ્ફોટ થયો છે.

   શૂન્યથી ૬ વર્ષ સુધીના બાળકો, સગર્ભા બહેનો અને સગીરબાળાઓમાં પારાવાર કુપોષણને મામલે ગુજરાત પહેલાથી જ દેશમાં પછાત છે. તેમાં ૬થી ૨૩ મહિનાના બાળકોને પુરતો આહાર આપવાના વિષયમાં અત્યંત ગંભીર સ્થિતિ ઉપસી છે. નેશનલ ફેમિલી સર્વેક્ષણ ૨૦૧૫-૧૬ના એક અભ્યાસના તારણમાં ગુજરાત કરતા આર્થિક માનવ વિકાસને સ્પર્શતી યોજનાઓના અમલમાં પછાત ઉત્તરપ્રદેશની સ્થિતિ સારી હોવાનું જણાવાયું છે. ઉત્તરપ્રદેશમાં ઉપરોકત વયજૂથમાં ૫.૩ ટકા બાળકોને પુરતો આહાર મળે છે જ્યારે ગુજરાતમાં તેનાથી ઉતરતા ૫.૨ ટકા, ભારતમાં સરેરાશ દર ૯ ટકા આસપાસ છે. કુપોષણની સીધી અસર બાળક અને માતા મૃત્યુદરથી લઇને આવનારી નવી જનરેશન ઉપર ગંભીર અસર થતી હોય છે. તેના કારણે જાહેર આરોગ્ય, માનવ વિકાસ અને સરવાળે રાજ્યના વિકાસનું સાતત્યપણું જોખમાય છે. આથી, સગર્ભા, ધાત્રીમાતાને પોષણક્ષમ આહાર આપવાની જવાબદારી સરકાર ઉઠાવે છે. ગુજરાત સરકાર તેના માટે છેલ્લા ૧૦ વર્ષમાં રૂ. ૮૦૭૨ કરોડથી વધુનો ખર્ચ કર્યો છે.(૨૧.૧૯)

   સૌથી નીચુ પ્રમાણ ધરાવતા ૫ રાજ્યો

   પંજાબ    ૫.૯%

   દિલ્હી    ૫.૮%

   ઉત્તર પ્રદેશ   ૫.૩%

   ગુજરાત  ૫.૨%

   રાજસ્થાન ૩.૨%

 (12:44 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS