Mukhy Samachar

News of Friday, 19th May, 2017

મુકેશ અંબાણીની સંપત્તિમાં પાંચ મહિનામાં ૪૪,૦૦૦ કરોડ રૂપિયાનો વધારો

લક્ષ્મીજીના આશિર્વાદ અનરાધાર વરસી રહ્યા છે

મુકેશ અંબાણીની સંપત્તિમાં પાંચ મહિનામાં ૪૪,૦૦૦ કરોડ રૂપિયાનો વધારો

   નવી દિલ્હી તા. ૧૯ : ભારતીય અબજોપતિઓની યાદીમાં મોખરે આવતા મુકેશ અંબાણીની સંપત્તિ પાંચ મહિનાના ગાળામાં લગભગ ૪૪,૦૦૦ કરોડ રૂપિયા જેટલી વધી ગઇ છે. બ્લૂમબર્ગની વેબસાઇટ અનુસાર ૩૧ડિસેમ્બર પછી આ વધારો થયો છે.

   નોંધનીય છે કે, મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓએ ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનાથી ભારતમાં ફોર્થ જનરેશન (૪જી) ટેલિફોન સેવા શરૂ કરી એને પગલે અન્ય મોટી કંપનીઓ સામે મોટો પડકાર ઉભો થયો છે. ગયા છ મહિનામાં જીઓના ગ્રાહકો ૧૦ કરોડ થઇ ગયા છે. જીઓની સસ્તી ઇન્ટરનેટ સેવાને લીધે અન્ય કંપનીઓએ પણ પોતાના દર ફેરફાર કરવા પડયા છે.(૨૧.૧૯)

 (12:44 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો