Mukhy Samachar

News of Friday, 19th May, 2017

આસામમાં એક આંખ અને એક કાનવાળી બકરી જન્મી

<br />આસામમાં એક આંખ અને  એક કાનવાળી બકરી જન્મી

   ગુવાહાટી, તા. ૧૯ :  પ્રાચીન ગ્રીક પૌરાણિક કથાઓમાં સાઇકલોપ્સ નામે એક આંખવાળા પ્રાણીઓની વાત છે. વાસ્તવિકતામાં આવાં પ્રાણીઓ જોવા મળતા નથી, પરંતુ આસામાના એક ગામડામાં ૧૦ મેએ બકરીના એવા બચ્ચાનો જન્મ થયો છે જેને જોવા માટે અત્યારે દુર-દૂરથી લોકો આવી રહ્યા છે. આ બચ્ચુ પોતાના કપાળ પર માત્ર એક જ મોટી આંખ ધરાવે છે, પરંતુ એના પર પાંપણ કે આંખની અંદર ડોળાની ગેરહાજરી છે. મતલબ કે આ બચ્ચું અંધ છે. એ ઉપરાંત આ બચ્ચુ માત્ર એક જ કાન ધરાવે છે અને એનું નાક અને મોં પણ  પૂર્ણપણે  વિકસિત નથી. મેડિકલ ભાષામાં  સાઇકલોપિઆ નામની અત્યંત દુર્લબ જર્નાનિક ખામી સાથે જન્મેલું આ બકરીનું બચ્ચું થોડા દિવસોમાં જ મૃત્યુ પામશે એવું પ્રાણીઓના ડોકટરોએ કહ્યું છે, પરંતુ હજી સુધી એ નોર્મલ રીતે જીવી રહ્યું છે. અપેક્ષા પ્રમાણે જ ગામલોકોએ આ બચ્ચાને ઇશ્વરનો ચમત્કાર માની લીધું છે. જાણે ઇશ્વર તેમને ત્યાં અવતર્યાે હોય એમ લોકો આ બચ્ચાને પગે લાગીને એની પૂજા કરી જાય છે. (૯.ર)

 (12:43 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS