Mukhy Samachar

News of Friday, 19th May, 2017

ન્યુયોર્કના ટાઇમ્સ સ્કવેરમાં ટેરર-અટેકની દહેશત

ફુટપાથ પર ચડી ગયેલી કારે એક જણનો જીવ લીધો, ૧૨ ઘાયલ

ન્યુયોર્કના ટાઇમ્સ સ્કવેરમાં ટેરર-અટેકની દહેશત

   આતંક હુમલો : ગઇ કાલે ન્યુયોર્કમાં ફુટપાથ પર ચડી ગયેલી કાર અને ઘવાયેલી વ્યકિત.

   ન્યુયોર્ક તા.૧૯ : ગઈ કાલે ન્યુ યોર્કના ટાઇમ્સ સ્કવેરની ફુટપાથ પર એક કાર ચડી જતાં એક વ્યકિત મૃત્યુ પામી હતી અને ૧૨ જણ ઘાયલ થયા હતા. એ આતંકવાદી ઘટના હોવાની શંકા-કુશંકાઓ વચ્ચે ન્યુ યોર્ક પોલીસે એને એકલદોકલ બનાવ ગણીને એની તપાસ ચાલતી હોવાનું જણાવ્યું હતું. કારનો ડ્રાઇવર પોલીસ-કસ્ટડીમાં છે.

   ફ્રાન્સના નીસ શહેરમાં ગયા વર્ષે એક ટોળા પર ટ્રક ધસી જતાં ૭૦ જણના મૃત્યુ થયાં હતાં અને બર્લિનમાં ડિસેમ્બર મહિનામાં ક્રિસમસ માર્કેટમાં ટ્રક ધસી જતાં ૧૨ જણનાં મૃત્યુ થયાં હતાં એ દ્યટનાઓ જેવી જ આ ઘટના તો નથીને એવી દહેશત ઊભી થઈ હતી. ૨૦૧૦માં ટાઇમ્સ સ્કવેર પણ કાર-બોમ્બિંગના પ્રયાસનો ટાર્ગેટ હતું. એ નિષ્ફળ ગયેલા આતંકવાદી હુમલાના પ્રયાસ બાબતે પાકિસ્તાનમાં જન્મેલા ફૈસલ શાહઝાદની ધરપકડ કરવામાં આવી હતી.(૨૩.૮)

 (12:42 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS