Mukhy Samachar

News of Friday, 19th May, 2017

રાજસ્થાનની સ્કૂલોમાં દાદીમા વાર્તા સંભળાવશે

   જયપુર તા. ૧૯: રાજસ્થાનના ડિપાર્ટમેન્ટ ઓફ સેકન્ડરી એજયુકેશન દ્વારા એક અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે. એ પ્રમાણે હવે ત્યાંની સ્કૂલોમાં દાદીમાઓ આવીને બાળકોને વાર્તાઓ સંભળાવશે. દર મહિનાના એક શનિવારે સવારે બાલસભા વિથ ગ્રેન્ડમધર નામથી એક સેશન યોજાશે. જેમાં દાદીમાના મુખેથી વાર્તા સાંભળવાનો લહાવો બાળકોને મળશે. ત્યાંના સેકન્ડરી એજયુકેશનના ડેપ્યુટી ડિરેકટરનું કહેવું છે કે એક તો આ રીતે વડીલો દ્વારા સાંભળવાની પ્રથા ભારતમાં હજારો વર્ષોથી ચાલી આવે છે એ ફરીથી સજીવન થશે. બીજું, વડીલો વાર્તાના માધ્યમથી પોતાના અનુભવોનો નિચોડ પણ નવી પેઢી સુધી પહોંચાડી શકશે. બીજી બાજુ ઘરે રહીને એકલતા અનુભવતા વડીલોને પણ આ બહાને નવી રચનાત્મક પ્રવૃતિ મળશે અને તેમનું બાળકો સાથેનું તથા બાળકોનું વડીલો સાથેનું બોન્ડિંગ વધુ ગાઢ બનશે. આ કામ માટે સ્કૂલોના નિવૃત શિક્ષકોને પણ ફરી પાછા સ્કૂલે આવવાનું આમંત્રણ આપવામાં આવશે.

 (11:28 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS