Mukhy Samachar

News of Friday, 19th May, 2017

વરરાજાને મંડપમાંથી કિડનેપ કરનારી રિવોલ્વર રાનીની ધરપકડ

વરરાજા સાથે પોતાને પ્રેમ હોવાથી કૃત્ય આચાર્યુ'તું

વરરાજાને મંડપમાંથી કિડનેપ કરનારી રિવોલ્વર રાનીની ધરપકડ

   લખનૌ તા.૧૯ : ફિલ્મી સ્ટાઇલમાં વરરાજાનું મંડપમાંથી અપહરણ કરનારી રિવોલ્વર રાનીની ધરપકડ કરી લેવામાં આવી છે  આરોપી વર્ષા સાહુનું કહેવું છે કે વરરાજા સાથે તેનું અફેર હતું. અને વરરાજા પણ તેના લગ્નથી ખુશ નહોતો અને વરરાજા પોતાની મરજીથી તેની સાથે ભાગી ગયો હતો.

   જો કે વર્ષાનું કહેવું છે કે તે હથિયાર સાથે મંડપમાં ગઇ નહોતી.

   વર્ષાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે 'હું અશોક યાદવને છેલ્લા આઠ વર્ષથી ઓળખું અને મેં અશોકને કહ્યું હતું કે હું આ લગ્ન નહીં દઉં, પરંતુ અશોકને જાણ નહોતી કે હું આવું અંતિમ પગલું ભરીશ  જો કે લગ્ન માટે અશોક પણ તૈયાર નહોતો.'

   પોલીસે માહિતી આપ્યા મુજબ હજી સુધી અશોકની ભાળ મળી નથી.

   મંગળવારે હમીરપુર જિલ્લામાં મંગળવારે અશોકની બેવફાઇથી નારાજ વર્ષાએ તેને મંડપમાંથી રિવોલ્વરની અણીએ કિડનેપ કરી લીધો હતો. આ સમયે પોલીસે કહ્યું હતું કે અશોક અને વર્ષાની વચ્ચે આમ કરવાની સમજુતી થઇ છે, નહીંતર આટલા બધા લોકોની વચ્ચેથી કોઇ યુવતી યુવકનું અપહરણ કઇ રીતે કરી શકે.

   કિસ્સો શું છે ?

   એક ડોકટરને ત્યાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા અશોક યાદવનું એફર કિલનિકમાં જ કામ કરનારી વર્ષા સાહુ સાથે હતું. બન્ને એકબીજાને પ્રેમ કરતા હતાં. દરમ્યાન અશોકની સગાઇ અન્ય સ્થળે થઇ ગઇ હતી. સગાઇ બાદ અશોક વર્ષાના ફોનકોલ્સ, એસએમએસ અને વોટ્સએપનો જવાબ આપતો નહોતો એથી વર્ષા રોષે ભરાઇ હતી. સોમવારે મોડી રાત્રે અશોકના લગ્નની વિધિ ચાલી રહી હતી ત્યારે વર્ષા કેટલાક લોકો સાથે ગાડી લઇને ત્યાં પહોંચી હતી. વર્ષાના હાથમાં એક દેશી રિવોલ્વર પણ હતી અનેમંડપમાં પહોંચીને વર્ષાએ અશોકને કહ્યું હતું કે પ્રેમ મારી સાથે કર્યો અને લગ્ન કોઇ અન્ય સાથે કરીશ, હું આ સાંખી નહીં લઉં આવું કહીને ત ેઅશોકનો કોલર પકડીને મંડપમાંથી તેને લઇ ગઇ હતી. અને કારમાં બેસાડીને ચાલી ગઇ હતી.(૬.૧૨)

 (11:27 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો