Mukhy Samachar

News of Friday, 19th May, 2017

બાપુની રાજહઠ સોલંકીને પ્રમુખ પદેથી હટાવો

ભરતસિંહ પરેશ ધાનાણીને વિપક્ષી નેતા તરીકે બેસાડી પાટીદાર મતે આકર્ષવા માગે છે બાપુ ધાનાણીને પ્રમુખપદે બેસાડીને...!: શંકરસિંહજીને વિપક્ષી નેતા પદે ચાલુ રાખી કેમ્પેઈન કમીટી-સ્કુટીનીમાં નિમી મહત્વ આપી મનાવી લેવા પ્રયાસોઃ ૨૪ કે ૨૫મીએ પરત આવીને બાપુની અમદાવાદમાં ગેહલોત સાથે થશે બેઠક

બાપુની રાજહઠ સોલંકીને પ્રમુખ પદેથી હટાવો

      રાજકોટ, તા. ૧૯ :. ભાજપની ૧૫૦ બેઠકોનો હુકાર કોંગ્રેસ આપે છે સહિતની વાતો હાલમા તો એક બાજુએ મુકાઈ ગઈ છે અને એક ચર્ચા જામી છે બાપુ શું કરશે ? કોંગ્રેસ માટે તો સોલંકી કે વાઘેલા કોઈને પણ ગુમાવવા પાલવે એમ નથી ત્યારે મળતા અહેવાલો મુજબ બાપુ જાહેરમાં સબ સલામતની આલબેલ પોકારે છે પરંતુ ખાનગીમાં એક જ હઠ લઈને બેઠા છે કે પ્રમુખ પદેથી ભરતસિંહ સોલંકીને હટાવો. જો કે આશાવાદી કોંગી સુત્રો સ્પષ્ટ ઈશારો આપે છે કે, અંતે ઘીના ઠામમાં ઘી પડી જશે અને ૨૪ કે ૨૫મીએ સૌ સારાવાના થઈ જશે.

      કોંગી સુત્રોમાં ચર્ચાતી વિગતો મુજબ ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલાની વર્ચસ્વની લડાઈમાં બન્ને રાજકીય પાસાઓ ફેંકી રહ્યા હતા તે મુજબ રાહુલ ગાંધીની પરેશ ધાનાણી માટેની લાગણી જોઈને બાપુ પરેશ ધાનાણીને પ્રદેશ પ્રમુખ પદે બેસાડવાની ઈચ્છા ધરાવતા હતા અને ભરતસિંહ સોલંકી ધાનાણીને વિધાનસભા વિપક્ષી નેતા તરીકે બેસાડીને પાટીદારોને આકર્ષવા માંગતા હતા.

      પરેશકુમાર ધાનાણીની નિમણૂક ગમે ત્યાં થાય પરંતુ લડાઈ સોલંકી અને વાઘેલા વચ્ચેની છે. વિધાનસભા ચૂંટણી નજીક આવી એટલે ઘણા સમયથી ચાલતી આ વર્ચસ્વની લડાઈ જાહેરમાં આવી બાકી બે બળીયાઓ વચ્ચેની લડાઈમાં સંગઠનનો અને કોંગ્રેસની આબરૂનો ખો વળી ગયો છે. હવે કદાચ બન્ને ધારે તો પણ સંગઠનને જોમવંતુ બનાવવુ અશકય છે કેમ કે સ્થાનિક લેવલે જુથબંધી અને અવગણનાની ખાઈ ખતરનાક તબક્કે પહોળી થઈ ગઈ છે.

      સોલંકી અને બાપુની વર્ચસ્વની લડાઈનો અંત લાવવા ઘણા પરીબ ળો સક્રીય થયા છે અને ૨૪ અને ૨૫મીએ રાજ્ય પ્રભારી અશોક ગેહલોત અમદાવાદ આવી રહ્યા છે અને ડેમેજ કંટ્રોલ અભિયાન આદરશે.

      અશોક ગેહલોત માટે રાજ્યસભાની બેઠક જાળવી રાખવા માટે પણ ધારાસભ્યોનો આક્રોશ ઠારવો કઠીન બની રહેવાનો છે ત્યારે ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલા વચ્ચેની લડાઈમાં વચલો રસ્તો કાઢવો પણ મુસીબત બની જશે.

      કોંગી સુત્રો વિશ્વાસ સાથે કહી રહ્યા છે કે ૨૫મીએ ઘી ના ઠામમાં ઘી પડી જશે, કદાચ બાપુને વિપક્ષી નેતા પદે જ યથાવત રાખીને કેમ્પેઈન કમિટીના ચેરમેન બનાવી ચૂંટણીની મહત્વની જવાબદારી અને આડકતરૂ સુકાન પણ સોંપવામાં આવી શકે છે.

      બાપુના નિકટતમ વર્તુળો પણ કહી રહ્યા છે કે બાપુ બે-ત્રણ દિવસમાં જ ગુજરાત પરત ચાલીને રાજકીય રીતે પુનઃ સક્રીય થઈ જશે.(૨-૬)

       

 (11:24 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો