Mukhy Samachar

News of Friday, 19th May, 2017

રૂ. દસ કરોડના કરચોરોના નામ જાહેર કર્યા આઇટીએ

છાપામાં જાહેરાતો આપી દેશે ભરવા અપીલ

   નવી દિલ્હી તા. ૧૯ : કરચોરોને શરમમાં નાખવાં આવક વેરા વિભાગે જે લોકોએ રૂ. ૧૦ કરોડથી વધારે રકમ કર તરીકે નથી ચૂકવી, એમનાં નામ જાહેર કર્યા હતા. આઇટી વિભાગે દેશનાં અગ્રણી છાપાંઓમાં આવા લોકોનાં નામ જાહેર કરવા સાથે એમને તુરંત જ બાકી નીકળતો વેરો ભરી દેવાની સલાહ આપી છે.

   આવક વેરા વિભાગે કરચોરોને શરમમાં નાખવાની આ પદ્ઘતિ પાછલા કેટલાક વર્ષોથી શરૂ કરી છે. અત્યાર સુધીમાં એમણે જે લોકોએ મોટી રકમનાં કર ચૂકવ્યા નથી અથવા તો કર ચુકવ્યા વગર ગુમ થઇ ગયા છે અથવા તો રિકવરી માટે કોઇ સંપત્તિ ન હોવાનું જાહેર કર્યું છે, એમનાં નામ આ રીતે જાહેર કર્યા છે.

   તાજેતરની યાદીમાં દિલ્હીનાં આવા પાંચ મોટા કરચોરોનાં નામ જાહેર કરાયા છે. આ પાંચેય ડિફોલ્ટર મળીને રૂ. ૧૦.૨૭ કરોડની રકમ ભરવાની બાકી છે. આવા લોકોનાં નામ, ઠેકાણું, કરની બકાયા રકમ, કયાં વર્ષનો કર બાકી છે અને અમુક ચોક્કસ કિસ્સામાં જેતે વ્યકિત કે કંપનીનાં પેન કાર્ડની વિગતો છાપવામાં આવે છે.

   આમ કરવા પાછળ આઇટી વિભાગનો એક ઉદ્દેશ લોકોને જાગૃત કરવાનો તથા જે લોકોએ પોતાના એડ્રેસ બદલી નાખ્યા હોય, પણ જાહેરાત વાંચીને જો કોઇ આવી વ્યકિત કે કંપની વિશે માહિતી ધરાવતી હોય, તો એ આઇટી વિભાગને આપીને મદદ કરી શકે એવોય છે. (૨૧.૮)

 (09:58 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS