Mukhy Samachar

News of Friday, 19th May, 2017

જેનેરિક દવા લેશો તો જ મેડિકલેમ મંજૂર થશેઃ હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ

માત્ર જેનેરિક દવાઓ દ્વારા ઇલાજ કરવો શકય નથીઃ સકર્યુલરનું પાલન થઇ ન શકેઃ ડોકટરો

જેનેરિક દવા લેશો તો જ મેડિકલેમ મંજૂર થશેઃ હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓ

   પૂણે તા. ૧૯ : હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓ તેમની પોલિસીમાં ફેરફારો કરી રહી છે. મેકસ બૂપા હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીએ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)ના ડોકટરોને હાલમાં જ એક સકર્યુલર જારી કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, તમારી હોસ્પિટલો દ્વારા કરવામાં આવેલા તમામ મેડિકલેમ રોકી દેવામાં આવશે. માત્ર જેનેરિક દવાઓવાળા મેડિકલેમ જ પાસ કરવામાં આવશે.

   આ અંગે ડોકટરોનું કહેવું છે કે, આ સકર્યુલરને માનવો અશકય છે, માત્ર જેનેરિક દવાઓ દ્વારા ઈલાજ કરવો શકય નથી. કેટલીક કેટલીક ગંભીર બીમારીઓ જેવી કે, કેન્સરના રોગ માટે જરૂરી દવાઓ માત્ર બ્રાન્ડ્સમાં જ ઉપલબ્ધ હોય છે.

   મેકસ બૂપાના આ સકર્યુલર ૫ મેથી જ અમલમાં આવવાનો હતો. મેકસ બૂપાના સકર્યુલર સામે આઈએમએ એ નારાજગી દર્શાવી અને લખ્યું કે, જેનેરિક દવાઓથી તમામ બીમારીઓનો ઉપચાર ન કરી શકાય.  જોકે, ૯ મેના રોજ આઈએમએ પૂણે અને રાજયના એકમે મેકસ બૂપાના સકર્યુલર પર નારાજગી વ્યકત કરી હતી. તેમણે લખ્યું હતું કે, માત્ર જેનેરિક દવાથી દર્દીનો ઉપચાર ન કરી શકાય.

   હોસ્પિટલ બોર્ડ ઓફ ઈન્ડિયાના પૂણે એકમના ચેરમેન ડો. સંજય પાટીલે કહ્યું હતું કે, અમે ૯મીએ સકર્યુલર જારી કર્યો હતો તેમાં લખ્યું હતું કે, ડોકટરોએ માત્ર જેનેરિક દવાઓ લખી આપવી. યોગ્ય દવા અને બ્રાન્ડ પસંદગી કરવાની આઝદી ડોકટરો પાસે છે, મેડિકલ સ્ટોર કે ઈન્શ્યોરન્સ કંપની પાસે નથી. જેનેરિક દવાઓની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર જેનેરિક દવાઓ પેટન્ટ હોય છે, અને તેને ઓરિજનલ મેન્યૂફેકચરરના લાયસન્સ વગર વેચવામાં આવે છે.

   ૨૧ એપ્રિલ ૨૦૧૭ના રોજ દેશની સર્વોચ્ચ મેડિકલ રેગ્યુલેરટર મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ સકર્યુલર જાહેર કર્યો હતો, તે અનુસાર તમામ ફિઝિશિયન્સે સ્પષ્ટરુપે કેપિટલ લેટર્સમાં જેનેરિક દવાઓ જ લખવાની રહેશે, અને તેની સાથે તેનો નુસ્ખો અને ઉપયોગ પણ દર્શાવવાના રહેશે.

   જેનેરિક દવાઓ એટલે શું?

   કોઈ પણ બીમારીના ઈલાજ માટે એક રસાયણ તૈયાર કરાય છે, જેને દવામાં ફેરવી નાંખવામાં આવે છે. કંપનીઓ અલગઅલગ નામોથી આ સોલ્ટને વેચે છે. આ સોલ્ટનું જનેરિક નામ સોલ્ટના કમ્પોઝિશન અને બીમારીને ધ્યાનમાં રાખતા એક વિષેશ સમિતિ દ્વારા નક્કી કરાય છે. કોઈ પણ સોલ્ટમાં જેનેરિક નામ આખી દુનિયામાં એક જ હોય છે. આ દવાઓની કિંમતમાં સરકારનો હસ્તક્ષેપ હોય છે, અને તેથી બ્રાન્ડેડ દવા કરતાં ખૂબ સસ્તી પણ પડે છે. કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે, જે દવાઓ પેટન્ટ ન હોય ડોકટર તેમને જેનેરિક તરીકે લખી આપે, જેના કારણે લોકોને સસ્તી દવાઓ મળી શકશે.

 (09:58 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS