Mukhy Samachar

News of Friday, 19th May, 2017

પોલીસીધારકોને ૪૦ ટકા વધુ ડિવિડન્ડ-બોનસ આપશે LIC

રૂ. ૪૭૩૮૭.૪૪ કરોડની કરી ફાળવણીઃ ઉંચો નફો મળતા ગ્રાહકોને વધુ લાભ

   મુંબઈ, તા. ૧૯ :. ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં ઉંચો નફો મળતા લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન (એલઆઈસી)એ સરકાર અને તેના ગ્રાહકોને ૨૦૧૬-૧૭ માટે ૪૦ ટકા ઉંચુ બોનસ અને ડિવિડન્ડ  ચૂકવવાનો નિર્ણય લીધો છે. નિગમે રૂ. ૪૭,૩૮૭૪.૪૪ કરોડના રિવિઝનરી બોનસની સાથે નફાની પોલિસીધારકોને ફાળવણી કરી છે અને આ ઉપરાંત સરકારને રૂ. ૨,૪૯૪.૦૮ કરોડની ચુકવણી કરી છે. આ ચુકવણી નિગમે સરકારને તેના બિઝનેસ સરપ્લસમાંથી કરી છે. એલઆઈસીએ વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ. ૩૪,૨૦૭.૫૮ કરોડના બોનસની ફાળવણી અને રૂ. ૧,૮૦૦.૪૦ કરોડના ડિવિડન્ડની ચુકવણી કરી હતી એમ એલઆઈસીના વર્તુળોએ જણાવ્યુ હતું.

   નિગમે સોલ્વન્સી રેશિયો ૧૫૪.૬૫ ટકા જાળવ્યો હતો, જ્યારે તેની કાનૂની જરૂરીયાત ૧૫૦ ટકાની છે. જીવન શ્રી, જીવન પ્રમુખ, જીવન નિધિ પ્લાન અને જીવન અમૃતના ગ્રાહકોને ૨૦૧૬-૧૭ માટે ઉંચુ બોનસ મળ્યુ છે. નિગમે આ ઉપરાંત નવી રજુ કરવામાં આવેલી સ્કીમો જેવી કે જીવન તરૂણ, જીવન લાભ, જીવન પ્રગતિ માટે પણ બોનસ જાહેર કર્યા છે. આ ઉપરાંત તેણે એક વખતનું ડાયમંડ જ્યુબિલી યર સ્પેશિયલ રિવિઝનરી બોનસ પણ ફાળવ્યુ છે તેની રકમ દર હજારની વીમા રકમ સામે પાંચ રૂપિયાથી લઈ ૬૦ રૂપિયા સુધીની છે.

   એલઆઈસીના ચેરમેન વી.કે. શર્માએ જણાવ્યું હતુ કે ૨૦૧૬-૧૭ના વર્ષમાં અમે ભારે સ્પર્ધાત્મક સ્થિતિનો સામનો કર્યો હોવા છતાં પણ અમારા માટે વર્ષ ઘણુ સારૃં નિવડયુ છે. અમે ફકત સ્પર્ધાને સમજ્યા છીએ એટલું જ નહીં પણ અમે તેમનાથી બે પગલા આગળ રહ્યા હતા, એમ તેમણે નિગમની ૫૭મી એન્યુઅલ સિનીયર ડિવીઝનલ મેનેજર કોન્ફરન્સને તાજેતરમાં સંબોધતા કહ્યું હતું. નિગમને ઈકિવટીના વેચાણમાંથી રૂ. ૧૯,૩૦૨.૪૬ કરોડનો નફો થયો હતો અને તેણે રોકાણ કરી શકાય તેટલું ભંડોળ પણ સર્જ્યુ હતું. એલઆઈસીએ ૨૦૧૬-૧૭ દરમિયાન રૂ. ૩,૬૧,૬૫૪ કરોડના ભંડોળનું રોકાણ કર્યુ હતું.

 (09:29 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS