Mukhy Samachar

News of Friday, 19th May, 2017

હવે પેટ્રોલ પંપો ઉપરથી મળશે એલઇડી બલ્બ, ટયુબલાઇટ અને સીલીંગ ફેન

ઓઇલ કંપનીઓએ એનર્જી એફીસીયેન્સી સર્વિસીસ લીમીટેડ સાથે એમઓયુ કરવાની તૈયારી કરી

હવે પેટ્રોલ પંપો ઉપરથી મળશે એલઇડી બલ્બ, ટયુબલાઇટ અને સીલીંગ ફેન

   નવી દિલ્હી તા.૧૯ : પેટ્રોલ પંપો ઉપરથી ટુંક સમયમાં લોકોને રાહતદરે ઉર્જા કુશળ એલઇડી બલ્બ, ટયુબલાઇટ અને સીલીંગ ફેન મળી શકશે. તેઓને એલઇડી બલ્બ ૬પ રૂ., ટયુબલાઇટ ર૩૦ રૂ. અને સીલીંગ ફેન ૧૧પ૦ રૂ.માં મળશે.

   સરકારી ઓઇલ કંપનીઓ હિન્દુસ્તાન પેટ્રોલીયમ, ઇન્ડિયન ઓઇલ અને ભારત પેટ્રોલીયમ આ ઉપકરણોને જાહેર ક્ષેત્રની એનર્જી એફીસીયેન્સી સર્વિસીસ લીમીટેડ પાસેથી મેળવશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે વેચાણ માટે ઓઇલ કંપનીઓ ગમે ત્યારે એક કરાર ઉપર સહી-સિક્કા કરશે.

   એમઓયુ થયા બાદ આ પ્રોકડટને પેટ્રોલ પંપ ઉપર ઉપલબ્ધ કરાવવામાં માત્ર એક મહિનો લાગશે. દેશભરમાં ત્રણેય કંપનીઓના પ૩૦૦૦ પેટ્રોલ પંપો છે. જો કે એ નક્કી નથી કે આ કંપનીઓના તમામ પેટ્રોલ પંપો ઉપર એલઇડી બલ્બ, ટયુબલાઇટ અને સીલીંગ ફેન મળશે કે નહી ?

   હાલ સરકાર હસ્તકની એનર્જી લીમીટેડ કુશળ લાઇટીંગ કાર્યક્રમ અમલી બનાવી રહી છે. રિટેલ બજારમાં એલઇડી ટયુબલાઇટ ૬૦૦ થી ૭૦૦માં મળે છે તો સીલીંગ ફેન ૧૭૦૦ થી ૧૮૦૦માં મળે છે ત્યારે આ કંપની માત્ર ૧૧પ૦માં ફેન અને ર૩૦ રૂ.માં ટયુબલાઇટ વેચે છે.

 (09:29 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS