Mukhy Samachar

News of Friday, 19th May, 2017

પાકિસ્તાનના નનૈયા પાછળ ચીન ? નાપાક દેશ સામે લાગશે પ્રતિબંધો

આંતરરાષ્ટ્રીય અદાલતે પાકિસ્તાનને અરિસો ભલે બતાડી દીધો પરંતુ નફફટ દેશે પરાજયનો અસ્વીકાર કરતા ભારત પાસે અનેક વિકલ્પોઃ પાકિસ્તાન જો નહિ માને તો ભારત મામલાને યુનોની સુરક્ષા પરિષદમાં લઇ જશેઃ ચીનના ટેકા વગર પાકિસ્તાનની તાકાત નથી કે તે ચુકાદાનો અસ્વીકાર કરે

   નવી દિલ્હી તા.૧૯ : કુલભુષણ જાધવની ફાંસી ટાળવાનો ફેંસલો આપીને આંતરરાષ્ટ્રીય અદાલતે પાકિસ્તાનને ભલે અરિસો બતાવી દીધો હોય પરંતુ તેણે પોતાનો પરાજય સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. પાકિસ્તાનની કાગારોળ છે કે ભારત પોતાનો વાસ્તવિક ચહેરો છુપાવી રહ્યુ છે અને હવે મને જાધવ વિરૂધ્ધ નક્કર પુરાવા રજુ કરશુ. ભલે આંતરરાષ્ટ્રીય અદાલતે કહ્યુ હોય કે જો ફેંસલો નહી માને તો તેની સામે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લદાશે પરંતુ પાકિસ્તાન નફફટાઇ ઉપર ઉતર્યુ છે અને તેની પાછળ ચીનનો હાથ હોવાનું પણ કહેવાય છે. પાકિસ્તાન ડંફાસ ફેંકે છે કે આ મામલામાં આંતરરાષ્ટ્રીય અદાલતને સુનાવણી કરવાનો અધિકાર નથી. પાકિસ્તાન જાધવને ફાંસી આપવા માંગશે તો ભારત પાસે કેટલાક એવા વિકલ્પ છે કે જેનાથી પાકિસ્તાનને મજબુર કરી શકાશે. એવુ કહેવાય છે કે પાકિસ્તાનની પાછળ ચીન ઉભુ છે. શું કોર્ટનો ફેંસલો ન માનીને પાકિસ્તાન યુનોમાં જવા માંગે છે ? યુનોમાં ચીનના વીટોનો સાથ પાકિસ્તાનને મળી જશે કે જેવી રીતે મસુદ અઝહરને વિટો પાવરથી ચીને બચાવી લીધો હતો.

   પાકિસ્તાન જો નહી માને તો ભારત આ મામલે યુનોની સુરક્ષા પરિષદમાં જશે. સંયુકત રાષ્ટ્રના બંધારણ મુજબ તેનો દરેક સભ્ય આંતરરાષ્ટ્રીય અદાલતમાં જઇ શકે છે. દરેક સભ્ય ઇન્ટરનેશનલ કોર્ટનો ફેંસલો માનવા પ્રતિબધ્ધ છે. જો પાકિસ્તાન ન માને તો ભારત સુરક્ષા પરિષદની મદદ લઇ શકે છે. જો તે નહી માને તો ભારત સુરક્ષા પરિષદમાં પાકિસ્તાન વિરૂધ્ધ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધની માંગણી કરી શકે છે. આ સિવાય પાકિસ્તાનની કુટનીતિક ઘેરાબંધી પણ થઇ શકે છે.

   ભારત પાસે અનેક વિકલ્પો છે. જો મામલો સુરક્ષા પરિષદમાં જશે તો ત્યાં પાકિસ્તાનને કદાચ ચીન મદદ કરી શકે છે. એવુ પણ બને કે ચીન જાધવના મામલામાં પક્ષમાં વીટો કરી શકે છે.

   અત્રે એ નોંધનીય છે કે, ચીન માટે પાકિસ્તાન અત્યારના સમયમાં વ્યુહાત્મક પાર્ટનર તરીકે જરૂરી છે અને ભારત ચીન માટે પડકાર છે તેથી જાધવના મામલામાં ચીન પાકિસ્તાનની પડખે રહેશે. જો કે ઇન્ટરનેશનલ કોર્ટના ૧પ જ્જોમાં ચીનના જ્જ પણ હતા અને ફેંસલો સર્વસંમતિથી હતો. (૩-ર)

 (09:20 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો