Samachar Gujarat

News of Friday, 19th May, 2017

બાળકોના મૂળભૂત અધિકારો તથા બંધારણીય હકકો વિષયક જાગૃતિ અભિયાન : મહેસાણા તાલુકા પંચાયતના ઉપક્રમે યોજાઇ ગયેલો વકર્શોપ

બાળકોના મૂળભૂત અધિકારો તથા બંધારણીય હકકો વિષયક જાગૃતિ અભિયાન : મહેસાણા તાલુકા પંચાયતના ઉપક્રમે યોજાઇ ગયેલો વકર્શોપ

    મહેસાણા : બાળકોને પ્રાપ્ત જીવન જીવવાનો મુળભુત અધિકાર અને તેમના બંધારણીય હકકના કાયદાની જન જન માં જાગ્રૃતિ ફેલાવવા રાજય સરકારે છેક છેવાડાના ગામોમાં પહોચવા બાળ સંરક્ષણના કાયદાનો પ્રસાર તાલુકા સ્તરે વિસ્તારવાનો નિર્ધાર કરેલ છે. તેનો પ્રારંભ મહેસાણા તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલા આ અંગેના વર્કશોપને ગુજરાત રાજય બાળ અધિકાર આયોગના અધ્યક્ષા સુ.શ્રી.જાગૃતિબેન હરેનભાઇ પંડયાએ દ્વિપ પ્રગટાવી ખુલ્લો મુકયો હતો.આ પ્રસંગે તેમની સાથે મહેસાણા જિલ્લા અધિક કલેકટર શ્રી રમેશભાઇ મેરજા સહીત સ્થાનીય સેવાભાવી સંગઠનોના પદાધિકારીઓ, અધિકારીઓ વગેરે જોડાયા હતા.

   આ પ્રસંગે બાળ આયોગના અધ્યક્ષા સુ.શ્રી. જાગૃતિબેન પંડયાએ જણાવ્યું હતુ કે, બાળ સંરક્ષણના અધિનિયમનો મુળ હેતુ બાળકોને સુરક્ષા અને સંરક્ષણ પ્રદાન કરવાનો છે.તેમને શ્રેષ્ઠ નાગરીક બનાવવાનો છે.તરછોડાયેલા કે કાયદાની અથડામણમાં આવેલા બાળકોના પુનઃસ્થાપન થકી તેમને સર્જનશીલ બનાવી તેમને રાષ્ટ્રને ઉપયોગી જીવન પ્રદાન કરવાનો છે. તેમને સકારાત્મક દિશા આપવાનો હેતુ રહેલો છે.મહેસાણા ખાતે તાલુકા કક્ષાના સર્વ પ્રથમ યોજાયેલા વર્કશોપમાં બાળ સંરક્ષણ કાયદા સાથે સંકળાયેલા જિલ્લાના અને તાલુકાના તમામ સરકારી અધીકારીઓ, સેવાભાવી સંસ્થાઓના આગેવાનો, પ્રતિનીધીઓ, મહેસાણા, કડી, જોટાણા, ઉંઝા, વિસનગર, વિજાપુર અને બેચરાજી તાલુકાઓના ઉપસ્થીત રહેલ સરપંચો અને વિશાળ સંખ્યામાં હાજર રહેલ મહીલાઓને સુ.શ્રી. જાગૃતિબેન પંડયાએ જરુરી માર્ગદર્શન અને જનજાગૃતિ કેળવવા પર ભાર આપતા જણાવ્યુ હતુ કે, દેખભાળ અને સંરક્ષણની આવશ્યકતા વાળા બાળકોને હંગામી રીતે દેખરેખ અને સંરક્ષણ માટે આશ્રય ગૃહ અથવા ખુલ્લા આશ્રય ગૃહ સ્થાપીત કરવામાં આવ્યા છે.તેમ જણાવી બીન સરકારી સંગઠનોના સહયોગને પણ આવકારતા ૧૦૦ ટકા શિક્ષીત રાજય બનાવવાની દીશામાં કામ કરવાનું ઘણુ બાકી છે તેમ જણાવી બાળ અધિકારોની દિશામાં તેમને જીવવાનો, શિક્ષણ, સંરક્ષણ, સમાન વિકાસની તક, ભાગ લેવાનો હકક સુનીશ્ચિત કરવા ઉપસ્થિતોને આગળ આવવાનો અનુરોધ કર્યો હતો.

   આ પ્રસંગે બાળ સંરક્ષ્ણ આયોગના મહીલા કાયદા અધિકારી એડવોકેટ સુ.શ્રી. મેઘાબેન ચિખલીયાએ બાળ સંરક્ષણાના કાયદાની જાણકારી અને માર્ગદર્શન કરતા કાયદાની વિષદ છણાવટ કરી જુવેનાઇલ જસ્ટીસ એકટની અસરકારકતા પર પ્રકાશ પાડયો હતો.

 (09:02 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS