Samachar Gujarat

News of Friday, 19th May, 2017

વિવિધ વિદ્યાશાખામાં પ્રવેશ માટે માર્ગદર્શન કાર્યક્રમો થશે

ધો-૧૨ સામાન્ય પ્રવાહના પરિણામ બાદ કાર્યક્રમ : યુનિવર્સિટી દ્વારા કુલ ૧૧ કોલેજોમાં માર્ગદર્શન કાર્યક્રમોનું આયોજન : વિદ્યાર્થીઓને પ્રવેશ સંબંધી તમામ જાણકારી

   અમદાવાદ, તા.૧૯ : ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઇ ગયા બાદ હવે આગામી દિવસોમાં ધો-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થવાનું છે ત્યારે વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટેની ઓનલાઇન કાર્યવાહી હાથ ધરાનારી છે. જેને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને સરળતાથી પ્રવેશ મળી રહે તેના માર્ગદર્શન અને જાણકારી માટે ગુજરાત યુનિવર્સિટી તરફથી વિશેષ આયોજન કરાયું છે. જેના ભાગરૂપે યુનિવર્સિટી તરફથી શહેરની જુદી જુદી કોલેજોમાં ૧૧ જેટલા માર્ગદર્શન કાર્યક્રમો યોજવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.   ધોરણ-૧૨ પછીના બીબીએ, બીસીએ, બીકોમ, એમબીએ-ઇન્ટીગ્રેટેડ, એમસીએ-ઇન્ટીગ્રેટેડ અભ્યાસક્રમોમાં ઓનલાઇન પ્રવેશ આપવાનું નક્કી કરાયું છે. આ પ્રવેશ કાર્યવાહીમાં વિદ્યાર્થીઓને કોઇ અગવડ ના પડે અને તેઓને પ્રવેશ સંબંધી પૂરતી જાણકારી અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી ગુજરાત યુનિવર્સિટી સત્તાવાળાઓ તરફથી શહેરની જુદી જુદી કોલેજોમાં માર્ગદર્શન કાર્યક્રમોનું આયોજન કરાયું છે.     જેમાં તા.૨૨મી મેના રોજ એચ.એલ કોલેજમાં, તા.૨૩મી મેના રોજ નારાયણ કોલેજ, તા.૨૫મી મેના રોજ પીડી પંડયા કોલેજ અને કે.એસ.સ્કૂલ ઓફ મેનેજમેન્ટ, તા.૨૬મી ના રોજ સી યુ શાહ કોલેજ, તા.૨૭મી મેના રોજ એચ.એ કોલેજ, તા.૨૯મીના રોરજ કે.કા.શાસ્ત્રી કોલેજ, તા.૩૦મીના રોજ ચૌધરી કોમર્સ કોલેજ-ગાંધીનગર અને તા.૧લી જૂનના રોજ એ.પી પટેલ કોલેજ અને ગાંધીનગરની ગવર્મેન્ટ કોમર્સ કોલેજમાં આ માર્ગદર્શન કાર્યક્રમો યોજાશે. જુદા જુદા કાર્યક્રમોમાં તમામ વિદ્યાર્થીઓને નિષ્ણાતો દ્વારા પ્રવેશ સંબંધી તમામ જાણકારી અને વિકલ્પો પણ સૂચવવામાં આવશે.

 (08:19 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS