Samachar Gujarat

News of Friday, 19th May, 2017

સવા લાખ કૃષિ વીજ જોડાણો તરત મંજુર કરવાની ખાતરી

રાજકોટ-મોરબી જિલ્લાનો કૃષિ મહોત્સવ યોજાયો : સૌની યોજનાથી સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમ ભરવા રૂપાણીની કટિબદ્ધતા : પેન્ડીંગ વીજળી જોડાણ ૨૦૧૭માં પૂર્ણ થશે

   અમદાવાદ, તા.૧૯ : મુખ્યમંત્રી વિજય રૂપાણીે સૌરાષ્ટ્રના ખેડૂતોની પાણીની ચિંતા બાબતે સમગ્ર સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમો સત્વરે સૌની યોજના મારફતે ભરવાની ખાતરી ઉચ્ચારી હતી તથા પાણીને લઇને સૌરાષ્ટ્રના ખેડૂતો પરેશન નહીં થાય એવી હૈયાધારણા ખેડૂતોને પાઠવી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા રાજકોટ-મોરબી જિલ્લાના સંયુક્ત કૃષિ મહોત્સવનો મુખ્યમંત્રી રૂપાણીએ શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત વિશાળ કૃષિકારોના સમૂહને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યભરના ખેડૂતો માટે રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે સવા લાખ કૃષિ વીજ જોડાણો મંજુર કરવાની દિશામાં કાર્ય કરી રહી છે. વર્ષ ૨૦૧૩ સુધીના તમામ પેન્ડિંગ વીજ જોડાણ ૨૦૧૭ના અંત સુધીમાં પૂર્ણ કરી દેવા મુખ્યમંત્રીએ અધિકારીઓને સ્થલ પર જ સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ ખેડૂતોના હિતને પ્રાધાન્ય આપવા સાથે વીજળી, પાણી, બજાર, પાકવિમો, ટેકાના ભાવે ખરીદી વગેરે બાબતે રાજ્ય સરકારે લીધેલા પગલાની વિગતો આપી કૃષિકારોને સવલતો આપવામાં રાજ્ય સરકાર કોઇ કચાશ રાખશે નહીં તેમ ઉમેર્યું હતું. ખેડૂતોની સમૃદ્ધિ થતી જ રાજ્યની સમૃદ્ધિ સાધી શકાશે એવો આશાવાદ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ પાણીના દુકાળને ભૂતકાળ બનાવવા માટેની સરકારની કાર્યશૈલીની વિસ્તારપૂર્વક રજૂઆત કરી હતી. અયોધ્યામે રામ, યુવાઓકો કામ, કિસાનો કો સહી દામ, મહંગાઈ પે લગામ એવી કાર્યસભર વાત કરતા મુખ્યમંત્રી લાગણીસભર થઇ ગયા હતા અને રાજ્યના ખેડૂતો માટે રાજ્ય સરકાર શક્ય તમામ પ્રયત્નો કરી છુટશે, એવી બાયંધરી રૂપાણીએ ઉપસ્થિત ખેડૂતોને આપી હતી. કૃષિ મહોત્સવના માધ્યમ થકી રાજ્યના ઉચ્ચ અધિકારીઓ તથા કૃષિ વિજ્ઞાનિકો રાજ્યના ખેડૂતોને માર્ગદર્શન આપે છેતે રાજ્યના કૃષિ વિકાસનું અગત્યનું પગલું છે, એમ જણૈાવતા મુખ્યમંત્રી રૂપાણીએ આ તમામ મહાનુભાવોએ ધોમધખતા તાપમાં લીધેલી ખેડૂતોની કાળજીને બિરદાવી હતી અને તેમના જ્ઞાનનો લાભ લેવા ખેડૂતોને ભલામણ કરી હતી. મુખ્યમંત્રીએ ઉપસ્થિત ખેડૂતોને કપાસ, મગફળી, કઠોળ, ફળ વગેરેના ઉત્પાદનમાં વૈશ્વનિક ધોરણે નિકાસ કરવાની શુભેચ્છા પાઠવી હતી અને આ માટે રાજ્ય સરકારના તમામ સહયોગનું વચન આપ્યું હતું.

   મુખ્યમંત્રી રૂપાણી સભાસ્થળે ખુલ્લી જીપમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા સાથે આવી પહોંચ્યા ત્યારે ઢોલ નગારા અને રાસની રમઝટ સાથે પારંપરિક ઢબે તેમનું અદકેરુ સ્વાગત કરાયું હતું. કુમારીકાઓએ અક્ષત કુમકુમ વડે મુખ્યમંત્રી સહિત તમામ મહાનુભાવોને સત્કાર્યા હતા. આમંત્રિતોના હસ્તે દિપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થાય બાદ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. મુખ્યમંત્રીને શાલ તથા સ્મૃતિ ચિન્હ ગોંડલ તથા મોરબીના અગ્રણી નાગરિકોએ અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીએ ગોંડલ નગરપાલિકા દ્વારા નિર્માણ થયેલ સીસી રોડ તથા ગોંડલ શહેરની ભૂગર્ભગટર યોજનાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ખાત મુહુર્ત કામોનું ડિજિટલ તકતી અનાવરણ કર્યું હતું તથા કૃષિ પ્રદર્શન અને સેમિનારની મુલાકાત લઇ ભાવ પૂર્વક ગૌ પૂજન કર્યું હતું.

   હવે પાટીદાર કન્યાઓ એસી હોસ્ટેલમાં ભણશે

   હોસ્ટેલનું લોકાર્પણ નીતિન પટેલ કરશે

             અમદાવાદ, તા.૧૯ : ઐતિહાસિક સંસ્કારધામ કે.પી. વિદ્યાર્થી ભવન દ્વારા આયોજિત કાશીબેન અંબાલાલ પટેલ (વામજ) કે.પી. ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ કાર્યક્રમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા ઉદ્ઘાટન રવિવારે  તા. ૨૧ ના રોજ સવારે કરવામાં આવશે. સંસ્થાના પ્રમુખ સતીષભાઈ પટેલના જણાવ્યાં અનુસાર ૨૭૦ બહેનો રહી શકે તેવું વિદ્યાર્થીનીઓ માટેનું ભવન અંદાજિત ૭ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. ધો. ૧૨ પછી શહેરમાં જ અભ્યાસની કારકીર્દી બનાવવા માટે બહેનો માટેજ વ્યવસ્થા કરાઈ છે. જેમાં કડવા પાટિદાર સમાજની બહેનોને પ્રથમ પસંદગી અપાશે.તેમણે જણાવ્યું કે સ્ત્રી સશક્તિકરણ માટે મહિલાઓને પી.જી. હોસ્ટેલ કરતાં સલામતિ સુવિધાપૂર્ણ વાતાવરણ માળવાનો આ પ્રયત્ન કરવાનો પ્રયાસ છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે આ બિલ્ડીંગના મુખ્ય દાતા વામજ ( હાલ/મુ. યુએસએ) ડૉ. ચિત્તરંજન અંબાલાલ પટેલ છે.- સભારંભના અધ્યક્ષ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ નારાયણભાઈ પટેલ, અતિથિ વિશેષ તરીકે માંડલના ધારાસભ્ય ડૉ.તેજશ્રીબેન પટેલ, તથા ડૉ. જિતુભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. આ ભવનમાં સેન્ટ્રલ લોન્ડ્રી, તેમજ એરકન્ડીશન રૂમની પણ સુવિધા ઉપલબ્ધ કરેલ છે.

 (08:19 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS