Samachar Gujarat

News of Friday, 19th May, 2017

નીટની પરીક્ષામાં GSEB અંગ્રેજી માધ્યમના છાત્રોને ભારે અન્યાય

વાલી મંડળ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત ભારે રોષ

   રાજકોટ તા. ૧૯ : તાજેતરમાં મેડીકલ પ્રવેશ માટે નીટની પરીક્ષા લેવામાં આવેલ જેમાં જીએસઇબી અંગ્રેજી માધ્યમના છાત્રોને અન્યાય થયાની રજુઆત વાલીમંડળે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીન ેકરી છે.રજુઆતમાં વાલી મંડળે  જણાવેલ કે આ વર્ષ નીટની પરીક્ષા ગુજરાત બોર્ડના છાત્રોને અઘરૂ લાગેલ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પેપર જુદા-જુદા લેવાયેલ તેમાં અંગ્રેજી માધ્યમના છાત્રોનો કોઇ વાંક નથી કેટલાક ગુજરાતી મીડીયમના વાલીઓ ગુજરાતી મીડીયમનું પેપર થોડુ અઘરૂ નીકળ્યું અંગ્રેજી માધ્યમનું સહેલુ નીકળ્યુ તેવી ખોટી રજુઆત કરેલ.

   દેશની જાણીતી સંસ્થાએ પણ ગુજરાતી માધ્યમનું પેપર અંગ્રેજી માધ્યમ કરતા સરળ હતુ મોટાભાગના પ્રશ્નો ગુજરાત બોર્ડના પાઠય પુસ્તકમાંથી બેઠા જ પુછાફયેલા છતા ગ્રેસ માકર્સ લેવાની રજુઆત કરી સરકારને ગુમરાહ કરે છે.ે તેમ એક યાદીમાં જણાવ્યું છે

 (03:55 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS