Samachar Gujarat

News of Friday, 19th May, 2017

રાજયના કર્મચારીઓને ૭મા વેતનપંચનો ત્વરીત લાભ આપો : મઝદૂર સંઘની માંગ

રાજકોટની બેઠકમાં સૂર બૂલંદ : ૬ જૂને અમદાવાદમાં બેઠક : નવેમ્બરમાં દિલ્હીમાં રેલી

   રાજકોટ,તા.૧૯ : ભારતીય મઝદૂર સંઘ, ગુજરાત પ્રદેશના હોદ્દેદારોની મીટીંગ રાજકોટ ખાતે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વાલજીભાઇ ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતી.

   બે દિવસની આ બેઠકમાં રૂટીન કામકાજ ઉપરાંત રીપોટીંગ લેવામાં આવેલ હતું અને આવક - જાવકનો પ્રદેશનો હિસાબ રજૂ કરવામાં આવેલ. આ બેઠકમાં હાજર રહેલ તમામ પદાધિકારીઓનો મત હતો કે ગુજરાત સરકારે રાજયના કર્મચારીઓને ૭મું વેતનપંચ દેશમાં અન્ય રાજયો આપે તે પહેલાં જ અમલ કરેલ છે પરંતુ બોર્ડ તથા નિગમના કર્મચારીઓને આપવામાં આવેલ નથી. આવુ જ મહાનગરપાલિકાઓના કર્મચારીઓના કિસ્સામાં પણ થયેલ છે. આ તમામ કર્મચારીઓને ૭માં વેતનપંચનો લાભ રાજય સરકારે તાત્કાલિક આપવો જોઇએ એન આ અંગે જે કોઇ રકમ ચૂકવવાની થાય તે રાજય સરકારે ગ્રાન્ટમાં આપવી જોઇએ તેવ સૂર વ્યકત કર્યો હતો.

   રાજય સરકાર નિર્ણય કરવામાં નિષ્ફળ જાય તો આંદોલન કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. આ માટે આગામી તા.૪-૬-૨૦૧૭ના રોજ અમદાવાદ ખાતે બેઠક રાખેલ હોવાનું જણાવાયું હતું. આ પદાધિકારીઓની બેઠકમાં ભારતીય મઝદૂર સંઘ રાષ્ટ્રીય મહિલા મોરચાના અગ્રણી શ્રીમતિ ગીતા ગોખલે તથા ભારતીય મઝદૂર સંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એચ.જે. પંડ્યાએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ હતું. આ બેઠકન અંતે ભારતીય મઝદૂર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઇ દવેએ સમારોહ વકતવ્ય આપેલ હતું. આગામી દિવસોમાં સંઘર્ષ વધવાની શકયતા દેખાય છે. તેથી જ તા. ૮-૧૧-૧૭ના રોજ દિલ્હી ખાતે કર્મચારીઓની સમસ્યાઓ લઇ વિશાળ રેલીનું આયોજન કરેલ છે તે સફળ કરવા અત્યારથી જ પ્રયાસો શરૂ કરવા હાકલ કરાઇ હતી. બેઠકનાં અંતે આભાર દર્શન અધ્યક્ષ તથા મહામંત્રીએ કરેલ હતું. સમગ્ર બેઠકની વ્યવસ્થા સ્થાનીક કાર્યકર્તા સહદેવસિંહ જાડેજા, મહેન્દ્રભાઇ ત્રિવેદી, હરિભાઇ પરમાર, શિવરાજ તથા અન્ય કાર્યકર્તાઓએ કરેલ હતી.

 (03:50 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS