Samachar Gujarat

News of Friday, 19th May, 2017

હુડકોના આઇપીઓમાં ૨૧ ટકા રિટર્ન મળ્યું

રૂ..૭૩.૫૫ના ભાવે લીસ્ટીંગ

   અમદાવાદ તા.૧૯ : આજે હૂડકો કંપનીન આઇપીઓનું લિસ્ટિંગ થયું હતું. જાહેર ક્ષેત્રની આ કંપનીના શેરમાં ૨૧.૫ ટકાના સુધારે શરૂઆતે રૂ. ૭૩.૫૫ની સપાટીએ લિસ્ટિંગ થયું હતું. એક તબક્કે નીચા મથાળે લેવાલી આવતાં કંપનીના શેરમાં વધુ સુધારાની ચાલ નોંધાઇ આ શેર ૭૬ રૂપિયાની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો.

   ઉલ્લેખનીય છે કે કંપનીએ રૂ. ૬૦ના ભાવે શેર ઈશ્યૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આવેલા એવન્યૂ સુપર માર્ટ-ડી માર્ટના આઇપીઓમાં ૧૪૩ ટકાનું, જયારે શંકરા બિલ્ડિંગના આઇપીઓમાં ૫૩ ટકાનું હાલ રિટર્ન મળી રહ્યું છે.

   છેલ્લા કેટલાક આવેલા IPOમાં હાલ મળતું રિટર્ન

   એસ. ચાંદ ૧૨.૨૩ ટકા

   શંકરા બિલ્ડિંગ + ૫૩.૫૮ ટકા

   સી.એલ. એજયુકેટ ૧૨.૩૯ ટકા

   મ્યુઝિક બ્રોડકાસ્ટ + ૨.૪૨ ટકા

   એવન્યૂ સુપર માર્ટ + ૧૪૩.૧૩ ટકા

   બીએસઈ + ૩૪.૦૭ ટકા

 (03:49 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS