Samachar Gujarat

News of Friday, 19th May, 2017

'કોંગ્રેસ આવે છે' એવા નહિ 'કોંગ્રેસ જાય છે' એવા બોર્ડ લગાવવા પડશેઃ ભરત પંડયા

આંતરિક જુથબંધીને ભાજપ પ્રેરિત પ્રચાર ગણાવવો તે હાસ્યાસ્પદ

'કોંગ્રેસ આવે છે' એવા નહિ 'કોંગ્રેસ જાય છે' એવા બોર્ડ લગાવવા પડશેઃ ભરત પંડયા

   અમદાવાદ તા. ૧૯ : કોંગ્રેસના આંતરીક જૂથબંધી માટે મીડિયા અને ભાજપનો Propaganda (પ્રોપેગેન્ડા) છે. તેવા આપેક્ષ સામે પ્રત્યાઘાત આપતાં ગુજરાત ભાજપા પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં રહેલો ઉકળાટ અને ક્કળાટ મીડિયા દ્વારા ગુજરાતની જનતા જોઈ રહી છે. કોંગ્રેસમાં જૂથબંધીની પરાકાષ્ટા છે. કોંગ્રેસની દરિયાકિનારા બચાવો યાત્રામાં કોંગ્રેસની નાવ દરિયામાં જ ડૂબવા માંડી છે. ગુજરાતમાં ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ આવે છે અને ચૂંટણી જાય છે ત્યારે કોંગ્રેસ જાય છે. પણ હવે સમાચારો પરથી લાગે છે કે વિધાનસભા ચૂંટણી પહેલાં જ 'કોંગ્રેસ આવે છે', હોર્ડીગ્સ નહીં પરંતુ કોંગ્રેસે 'કોંગ્રેસ જાય છે'. તેવા હોર્ડીગ્સ લગાવવા પડશે. ઙ્ગ

   શ્રી પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાની ૨૮થી વધુ કોંગ્રેસ ચૂંટણીઓ હારે એટલે સ્વાભાવિક છે કે કોંગ્રેસના કેટલાંક નેતાઓ રાહુલ ગાંધીની આગેવાનીમાં ચૂંટણી લડવા માંગતા ન હોય. કોંગ્રેસની હાર નિશ્ચિત હોય ત્યારે આવી માનસિકતા આવતી હોય છે. કોંગ્રેસના ધારાસભ્યશ્રીઓ એક જગ્યાએ ભેગા થાય, કોંગ્રેસના શ્રી કામત તેમને મળવા જાય અને પ્રભારી તરીકે કોંગ્રેસ તેમને કાઢી મુકીને નવા પ્રભારીની નિમણૂંક કરવી પડે. કોંગ્રેસની બેઠકો માંથી કોઈ નેતા વ્હેલા બહાર નીકળી જાય, રાહુલ ગાંધી સાથે ગ્રુપમાં ફોટો ન પડાવે તેમજ કોંગ્રેસના કોઈ નેતા રાહુલ ગાંધીને સોશીયલ મીડિયામાં un-follow (અનફોલો) કરે, આદિવાસીઓની જાહેરસભા વખતે કોંગ્રેસી નેતા અમેરિકાના પ્રવાસે જતાં રહે અને દરિયા કિનારા બચાવ યાત્રામાં પ્રજા કયાંય જોડાઈ નહીં, એટલું જ નહીં, કોંગ્રેસના કોઈ નેતાઓ કે કાર્યકર્તાઓ પણ ન જોડાણા અને હવે અત્યારે કોઈ નેતા વિવાદ સાથે ચીનના પ્રવાસે જતાં રહ્યા છે. કોઈ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બદલવાની વાત કરે છે અને અત્યારે કોંગ્રેસના વિપક્ષના નેતા કોણ બનશે તેનો ઝદ્યડો કોંગ્રેસમાં ચાલી રહ્યો છે. આ બધો કોંગ્રેસનો આંતરીક મામલો ગુજરાત અને દેશની જનતા મીડિયા દ્વારા જોઈ રહી છે. આમાં મીડિયા કે ભાજપ પર (પ્રોપેગેન્ડા)નો આક્ષેપ લગાવ્યો છે તે હાસ્યાસ્પદ છે.

   શ્રી પંડયાએ વધુમાં જણાવ્યું કે, ભાજપ પોતાની સંગઠન શકિતથી, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની રાજય સરકાર એમ બન્ને સરકારોના વિકાસ બળથી આગામી વિધાનસભા ચૂંટણી લડાશે. તેમાં જનતા જનાર્દન, ઙ્ગજન સમર્થન, જનમતથી ભાજપ ૧૫૦ બેઠકો જીતશે એવો અમને વિશ્વાસ છે.(૨૧.૨૨)

 (12:36 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS