Samachar Gujarat

News of Friday, 19th May, 2017

ગુજરાતમાં ૧૧.૭૯ લાખ વિકલાંગોઃ વિકલાંગ નાણા અને વિકાસ નિગમની રચના

   ગાંધીનગર તા. ૧૯ :.. ગુજરાત સરકારે ગુજરાત રાજય વિકલાંગ નાણા અને વિકાસ નિગમની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં ૧ એમ. ડી., ૧ સમાજ સુરક્ષા અધિકારી, ૧ હિસાબી અધિકારી અને ૧ સિનીયર કલાર્કનું મહેકમ રહેશે. નિગમની રચના અને સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના ઉપસચિવ શ્રી મહેન્દ્ર ચૌહાણની સહીથી તા. ૧૭-પ-ર૦૧૭ ના રોજ પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે.પરિપત્રમાં જણાવાયુ છે કે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળના નેશનલ હેન્ડીકેપ ફાયનાન્સ એન્ડ ડેવલેપમેન્ટ કોર્પોરેશન નવી દિલ્હીની રાજયના તમામ વર્ગના વિકલાંગ વ્યકિતઓને મુદતી ધિરાણ, શૈક્ષણીક હેતુ માટે ધિરાણ, માઇક્રો ફાઇનાન્સ જેવી યોજનાઓ હેઠળ ધિરાણ આપી તેમજ વ્યવસાય તાલીમ આપી પુનઃ સ્થાપન કરવાની કામગીરી કરી રહેલ છે. વર્ષ ર૦૧૧ ની વસ્તી ગણતરીના આંકડા મુજબ રાજયમાં અંદાજીત ૧૦.૯ર લાખ જેટલા વિકલાંગ વ્યકિતઓ છે તથા સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના એબીલીટી ગુજરાત સોફટવેર મુજબ ૧૧.૭૯ લાખ વિકલાંગ વ્યકિતઓ નોંધાયેલ છે. આવા તમામ વિકલાંગ વ્યકિતઓને રાષ્ટ્રીય વિકલાંગ નાણા અને વિકાસ નિગમ, નવી દિલ્હીની યોજનાઓ જેવી કે, મુદતી ધિરાણ યોજના (સેવા અને વેપારના ક્ષેત્રમાં નાના વ્યવસાયો માટે ધીરાણ, ખેતી વિષયક ધિરાણા, વ્યવાસાયિક હેતુ માટે વાહન ખરીદી અર્થે ધિરાણ, મંદબુધ્ધિતા, સી. પી. તથા ઓટીઝમ ધરાવતા વિકલાંગ વ્યકિતઓને સ્વરોજગારી આપવાની યોજના, નાના ઉદ્યોગ માટે ધિરાણ, શૈક્ષણીક હેતુ માટે ધિરાણ યોજના, માઇક્રો ક્રેડીટ યોજના, વ્યવસાયિક તાલીમ યોજનાની કામગીરી કરવાની રહેતી હોય છે. ઉકત બાબતે જો રાજય વિકલાંગ નાણા અને વિકાસ નિગમની રચના કરવામાં આવે તો વિકલાંગ વ્યકિતઓનું ખરા અર્થમાં પુનઃ સ્થાપન થઇ શકે તેમ છે. તેથી નિગમની રચના કરી મહેકમ ઉભુ કરાયેલ છે. (પ-૧૬)

 (11:33 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS