Samachar Gujarat

News of Friday, 19th May, 2017

૬ર.પ કરોડ રૂપિયાની જૂની નોટોને ક્રશ કરીને બની છે આ કળાકૃતિ

હજાર અને પાંચસોની રદ થયેલી નોટોમાંથી શું ઇનોવેશન કરી શકાય એની સ્પર્ધા લોન્ચ કરી વિજય રૂપાણીએ

૬ર.પ કરોડ રૂપિયાની જૂની નોટોને ક્રશ કરીને બની છે આ કળાકૃતિ

   ભારતીય ચલણમાંથી રદ કરવામાં આવેલી એક હજાર અને પાંચસો રૂપિયાની નોટોમાંથી શું ઇનોવેશન કરી શકાય? એ માટે અમદાવાદ સ્થિત NID દ્વારા એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ગઇ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નોટબંધી પછી વેસ્ટ ચલણી નોટોને રીસાઇકલ કરીને એના ઉપયોગથી સમાજને પરવડે એવા ઉપયોગી ઇનોવેશન માટેની સ્પર્ધાનું લોન્ચિંગ કર્યું હતું.

   ઉલ્લેખનીય બાબત એ હતી કે NID માં એક હજાર અને પાંચસોના દરની રદ થયેલી અને ક્રશ કરવામાં આવેલી ૬ર.પ કરોડ રૂપિયાથી વધુની ચલણી નોટોમાંથી ઇનોવેશન કરીને એક ડિઝાઇન આર્ટિકલ તૈયાર કરવામાં આવ્યો હતો એનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જે જોઇને વિજય રૂપાણી સહિતના મહાનુભાવો અચરજ પામી ગયા હતા. NID ને ક્રશ કરેલી આ નોટો રિઝર્વ બેન્ક તરફથી મળી હતી. (૭.૧૯)

 (11:33 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS