Samachar Business

News of Friday, 19th May, 2017

સ્ટીલ ભાવને સપોર્ટ : કોપરમાં દબાણ નિકલ અને ઝીંકમાં સાધારણ સુધારો

સ્ટીલ ભાવને સપોર્ટ : કોપરમાં દબાણ નિકલ અને ઝીંકમાં સાધારણ સુધારો

   રાજકોટ તા.૧૯ : સ્ટીલના ભાવ વધારાનો સપોર્ટ સાંપડી રહયો છે લંડન મેટલ એકસચેન્જ ખાતે  નિકલ અને ઝીંકમાં સાધારણ સુધારો જોવાયો હતો જોકે તમામ બેઝ મેટલ્સમાં નરમાઇનો માહોલ હતો એલએમઈના ગોડાઉનમાં કોપરના ભંડારમાં વધારાને પગલે કોપર પર દબાણ જોવા મળી રહ્યું છે. સ્થાનિક માર્કેટમાં કોપર સહિત તમામ બેઝમેટલ્સમાં દબાણ જોવા મળી રહ્યું છે.

   સ્થાનિક વાયદામાં નિકલ સિવાયના મેટલમાં એલ્યુમિનયમ ઘટીને ૧૨૪ની સપાટીએ જોવાયો હતો કોપર અડધા ટકાથી વધુ ઘટીને ૩૬૦ની સપાટીએ અને ઝીંક ઘટીને ૧૬૩ની સ્તરે હતો જયારે લેડ ઘટીને ૧૩૪ની સપાટીએ સરકયો હતો.

 (09:01 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS