Samachar Business

News of Friday, 19th May, 2017

તુવેરના નીચા ભાવથી વાવેતર ઘટવાની ભીતિ : મહારાષ્ટ્ર સરકારે લક્ષ્યાંક ઘટાડ્યો

તુવેરના ભાવ ટેકાથી પણ ઓછા : ખેડૂતોનો મોહ ભંગ થવાની ધારણા

તુવેરના નીચા ભાવથી વાવેતર ઘટવાની ભીતિ : મહારાષ્ટ્ર સરકારે લક્ષ્યાંક ઘટાડ્યો

   રાજકોટ તા.૧૯ : દેશમાં તુવેરના ભાવ નીચા હોવાથી નવી સીઝનમાં વાવેતર ઘટવાની ભીતિ વ્યકત કરાઈ છે તુવેરના સૌથી મોટા ઉત્પાદક રાજય મહારાષ્ટ્રે તુવેરના વાવેતરનો લક્ષ્યાંક ગયા વર્ષ કરતા ઓછો રાખ્યો છે નીચા ભાવને કારણે ખેડૂતો વાવેતર ઘટાડે તેવી શકયતા દર્શાવાઈ છે.

   મહારાષ્ટ્ર્માં ચાલુ વર્ષે તુવેરનો ૧૧,૯૯ લાખ હાંકેટરમાં વાવેતર થવાનો લક્ષ્યાંક રખાયો છે જે સામન્યપણે રાજયમાં ૧૨,૪૦ લાખ હેકટરમાં વાવેતર થતું હોય છે જાણકારોના માનવા મુજબ મહારષ્ટ્રમાં વાવેતર ઘટવાની અસરે દેશમાં નવી સીઝનમાં વાવેતર ઓછું થવાની શકયતા છે.

   ચાલુ વર્ષે તુવેરના ટેકાના ભાવ પ્રતિ કવીન્ટલ ૫૦૫૦ હોવા છતાં દેશના કેટલાય મથકોએ તુવેરના ભાવ ૪૦૦૦ આસપાસ સરકયા છે જેને કારણે નવી સીઝનમાં નીચા ભાવને કારણે વાવેતર ઘટે તેવી શકયતા છે.

 (09:00 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS