Samachar Business

News of Friday, 19th May, 2017

ખુલ્લા બજારમાં ૪૦ લાખ ટન ઘઉંનું વેચાણ કરશે સરકાર : ગોડાઉનમાં ઊંચો સ્ટોક રાખશે

ઓછું વેચાણ કરાતા ભાવને મળશે સપોર્ટ : સરકારી ખરીદી ગયાવર્ષ કરતા ૫૦ લાખ ટન વધુ

ખુલ્લા બજારમાં ૪૦ લાખ ટન ઘઉંનું વેચાણ કરશે સરકાર : ગોડાઉનમાં ઊંચો સ્ટોક રાખશે

   રાજકોટ તા.૧૯ : ચાલુ વર્ષે ઘઉંનું બમ્પર ઉપદં થયું છે બીજીતરફ સરકારી ખરીદી અર્પણ ગયા વર્ષની તુલનાએ વધારે થઇ છે છત્તા ખુલ્લા બજારમાં સરકાર માત્ર ૪૦ લાખ ટન ઘઉંનું વેચાણ કરે તેવી શકયતા છે જે ગયા વર્ષની સરખામણીએ ૬ લાખ ટન ઓછા છે.

   સરકારે ચાલુ વર્ષે ઘઉંની ખરીદીનો ૩૩૦ લાખ ટનનો લક્ષ્યાંક રાખ્યો હતો જેમાંથી અત્યાર સુધીમાં ૨૮૧ લાખ ટન ઘઉંની ખરીદી થઇ ચુકી છે જે ગયા વર્ષની તુલનાએ ૫૦ લાખ ટન વધુ છે સરકારની જબરી ખરીદી છતાં ખુલ્લા બજારમાં ઘઉંનું વેચાણ ઓછું કરાશે તેમ જણાવાઈ છે.

   જાણકારોના માનવા મુજબ સરકારી ગોડાઉનમાં ઘઉંનો સ્ટોક છેલ્લા દાયકાના તળિયે સરકયો છે અને ચાલુ વર્ષે સરકારે ખરીદી વધારી પણ છે તેવામાં સરકારી ગોડાઉનમાં ઘઉંનો ઊંચો સ્ટોક રાખવા માટે સરકાર ખુલ્લા બજારમાં ઘઉંનું વેચાણ ઓછું કરે તેવી શકયતા છે.

   સરકાર ખુલ્લા બજારમાં ઘઉંનું વેચાણ ઓછું કરશે તો બજારમાં ઘઉંના ભાવને ટેકો સાંપડી શકે છે અને ભાવમાં સુધારો થવાની ધારણા વ્યકત કરાઈ છે.(૨૩.૩)

 (08:59 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS