Samachar Gujarat

News of Wednesday, 19th April, 2017

સરકારી શાળાઓમાં ધો. ૯ થી ૧રમાં શિક્ષકોની ખાલી જગ્યાનું પ્રમાણ નહિવત થઇ જશે : ૧૬૭પ શિક્ષકોની ભરતી

મોટાપાયે ભરતીનો ઇતિહાસ સર્જતી શિક્ષણ નિયામક કચેરી

સરકારી શાળાઓમાં ધો. ૯ થી ૧રમાં શિક્ષકોની ખાલી જગ્યાનું પ્રમાણ નહિવત થઇ જશે : ૧૬૭પ શિક્ષકોની ભરતી

   રાજકોટ, તા. ૧૯ :  ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળની શિક્ષણ નિયામકની કચેરી દ્વારા રાજયના વિવિધ જિલ્લાઓની સરકારી શાળાઓમાં ધો. ૯ થી ૧રના જુદા જુદા વિષયોના શિક્ષકોની ઓનલાઇન મેરીટ આધારિત ભરતી કરવામાં આવી છે. નોકરી માટે પસંદ થયેલા શિક્ષકો ફરજ પર હાજર થયા પછી શિક્ષકોની ખાલી જગ્યાનું પ્રમાણ ૧૦ ટકાની અંદર આવી જશે. શિક્ષકના અભાવે શિક્ષક પર વિપરિત અસર પડવાની બાબતમાં ધરખમ રાહત થઇ થશે.

   સરકારે ધો. ૯ થી ૧ર માટે લાયકાત ધરાવતા ભાષા, ગણિત-વિજ્ઞાન વગેરેના ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવેલ કુલ રપ હજાર જેટલી અરજીઓ આવી હતી. ૧૬૭પ જગ્યાઓ ભરવાની થતી હતી જેમાંથી ૧૬૧૬ ઉમેદવારો લાયક જણાતા તેમને નોકરીના હુકમ આપવામાં આવેલ. આજે  નોકરી પર હાજર થવાની મુદતનો છેલ્લો દિવસ છે. આજે બપોર સુધીમાં ૧૬૧૬ પૈકી ૧૧૩૯ શિક્ષકો હાજર થઇ ગયા છે. પ૯ જગ્યાઓ એવી છે કે જેના માટે કેટેગરી અને મેરીટ મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો ઉપલબ્ધ થયા ન હોવાથી તે જગ્યાઓ હાલ ખાલી રહેશે. છેલ્લા કેટાલક વર્ષોમાં સરકારી માધ્યમિક- ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં એક સાથે આટલા મોટા પ્રમાણમાં શિક્ષકોની ભરતી થયાનો ઇતિહાસ રચાયો છે. ભરતી સમિતિના માધ્યમથી ભરતી પ્રક્રિયાને પારદર્શક, ઝડપી અને સરળ રાખી સફળતા મેળવવામાં ડીરેકટર ઓફ સ્કુલ્સ શ્રી જે. કે. ગઢવી (આઇ.એ.એસ.) અને તેમની ટીમ યશ માટે હક્કદાર છે.  (૯.૮)

    

 (12:39 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS