Samachar Bollywood

News of Tuesday, 18th February, 2014

રણવીર સિંઘ અને રણબીર કપૂર વચ્‍ચે મનમેળ જોવા મળ્‍યો

   મુંબઇઃ રામલીલા પછી યશ રાજ ફિલ્‍મ્‍સની ગુંડેમાં જેનું કામ વખણાયું છે એ અભિનેતા રણવીર સિંદ્ય અને રણબીર કપૂર વચ્‍ચે સારો મનમેળ સ્‍થપાયો હોવાની માહિતી વહેતી થઇ હતી.

   રણબીર કપૂરે રણવીર અને દીપિકાની હાજરીમાં ગુંડે ફિલ્‍મ માણી હતી. ત્‍યારબાદ એની અને રણવીરની વચ્‍ચે લગભગ અડધો કલાક વાતચીત ચાલી હતી એમ આ પ્રસંગે હાજર રહેલા લોકોએ જણાવ્‍યું હતું.

   ગયા સપ્તાહે ગુંડેના ખાસ પ્રીવ્‍યૂમાં રણબીર કપૂર એના માનીતા ડાયરેક્‍ટર અયાન મુખરજી સાથે આવ્‍યો હતો અને હાજર રહેલા મહેમાનોની સાથે હળતો-ભળતો દેખાયો હતો. એ સારા મૂડમાં હતો. અગાઉ રણબીર કપૂરની ખાસ દોસ્‍ત મનાતી અને હાલ રણવીર સિંદ્યની નિકટ છે એવી દીપિકા પણ આ પ્રસંગે હાજર હતી.

 (05:55 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS