Samachar Bollywood

News of Tuesday, 17th September, 2013

ગ્રાન્‍ડ મસ્‍તી ૨૦૧૩ની ચેન્નાઇ એકસપ્રેસ, યે જવાની હૈ દિવાની, રેસ-ટુ પછી સૌથી મોટુ ઓપનીંગ મેળવનારી ચોથી ફિલ્‍મ

૩ દિ'માં ૪૦ કરોડનું કલેકશન

ગ્રાન્‍ડ મસ્‍તી ૨૦૧૩ની ચેન્નાઇ એકસપ્રેસ, યે જવાની હૈ દિવાની, રેસ-ટુ પછી સૌથી મોટુ ઓપનીંગ મેળવનારી ચોથી ફિલ્‍મ

   મુંબઇ તા. ૧૭ : ડબલ મીનિંગના ડાયલોગનો ખજાનો ભરેલી ફિલ્‍મને ક્રિટિકસનાં મિકસ રીએકશન ભલે મળી રહયાં, પણ એ બોકસ-ઓફિસ પર પોતાનો ઝંડો સ્‍થાપી ૨૦૧૩ની ‘ચેન્નઇ એકસપ્રેસ', ‘યે જવાની હૈ દીવાની' અને ‘રેસ ૨' પછીની ચોથા નંબરની હાઇએસ્‍ટ ઓપનિંગ મેળવનારી ફિલ્‍મ બની ગઇ છે.

   ‘ગ્રેન્‍ડ મસ્‍તી'એ શુક્ર-શનિ અને રવિમાં અંદાજે ૪૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે.

   ઇન્‍દ્ર કુમારની આ ફિલ્‍મ સાથે રિલીઝ થયેલી ફિલ્‍મ ‘જોન ડે'એ આ વીક-એન્‍ડમાં રોકડો એક કરોડ રૂપિયાનો તો વિક્રમ ભટ્ટની ‘હોરર સ્‍ટોરી'એ ત્રણ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

   ‘ગ્રેન્‍ડ મસ્‍તી'ની વાત કરીએ તો શુક્રવારે ફિલ્‍મ જોવા જનારા વર્ગમાં ૯પ ટકા પુરૂષો હતા. લોકોએ આ ફિલ્‍મને શીપ અને વલ્‍ગર કહેતાં-કહેતાં પણ જોવા જવાનું તો પસંદ કર્યું જ હતું. ટ્રેડ-એનલિસ્‍ટ આમોદ મેહરાએ કહયું હતું કે ‘શુક્રવારે ફિલ્‍મને ગ્રેન્‍ડ ઓપનિંગ મળ્‍યું, શનિવારે એમાં પાંચેક ટકા ઘટાડો દેખાયો, પણ પછી ફરી રવિવારે ફિલ્‍મે ગ્રિપ પકડી લીધી અને ફિલ્‍મે ચાલીસ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. આ જે કોઇ બિઝનેસ ફિલ્‍મે કર્યો છે એ એકસલન્‍ટ કેટેગરીનો છે.'

   ‘ગ્રેન્‍ડ મસ્‍તી' અત્‍યારે ભલે સારો બિઝનેસ કરે, પણ ફિલ્‍મ એડલ્‍ટ અને સેકસી-કોમેડી પ્રકારની હોવાથી આ ફિલ્‍મને સેટેલાઇટ રાઇટ્‍સ વેચવામાં તકલીફ પડી શકે છે એ પણ એટલું જ મહત્‍વનું છે.

   ‘ગ્રેન્‍ડ મસ્‍તી' પહેલાં રિલીઝ થયેલી ફિલ્‍મ ‘શુધ્‍ધ દેશી રોમેન્‍સ' આ વીકમાં ઠંડી પડી ગઇ હતી અને એને પાંચ કરોડ રૂપિયાનું કલેકશન મળ્‍યું હતું તો ‘ઝંજીર'ને પહેલા વીક દરમ્‍યાન ૧૪ કરોડનું કલેકશન મળ્‍યું છે. હજી પણ અમુક સ્‍ક્રીનમાં ચાલતી ફિલ્‍મ ‘સત્‍યાગ્રહ'નું બીજા વીકમાં ટોટલ કલેકશન પ૬ કરોડ પર પહોંચ્‍યું હતું તો ત્રીજા વીકમાં પહોેંચેલી જોન એબ્રાહમની ‘મદ્રાસ કેફે'નું ટોટલ કલેકશન ૪પ કરોડ રૂપિયાને સ્‍પર્શી ગયું છે.

 (11:56 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS