Samachar Saurashtra

News of Monday, 17th July, 2017

રાજકોટ, ટંકારા, માળીયામિંયાણા પંથકમાં જોરદાર વરસાદઃ ખેતરોમાં પાણી-પાણીઃ બાબરામાં ૨ કલાકમાં ૩ ઈંચઃ ગ્રામ્ય વિસ્તારમાં ૪ થી ૫ ઈંચઃ જોડીયામાં ૨ ઈંચઃ ગોંડલ તાલુકાના વાસાવડ ગામની વાસાવડી નદીમાં ઘોડાપુરઃ વાહન વ્યવહારને અસર

   રાજકોટ, તા. ૧૭ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ વચ્ચે આજે સતત ચોથા દિવસે મેઘમહેર યથાવત છે. ધોધમાર વરસાદમાં કોરા રહેલા ભાવનગર, અમરેલી, ગોંડલ પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે.

   આજે બપોરે ૪ વાગ્યાથી કાળાડીબાંગ વાદળા સાથે રાજકોટ, મોરબી, ટંકારા, માળીયામિંયાણા પંથકમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે અને વાડી-ખેતરોમાં પાણી ભરાય ગયા છે. નદી-નાળા પણ છલકાય ગયા છે. ચોમાસાની સીઝનમાં મેઘરાજા ટંકારા, મોરબી પંથકમાં આજે પણ મહેરબાન થતા લોકોમાં હરખની હેલી છવાઈ ગઈ છે.

   અમરેલી જિલ્લાના બાબરામાં બપોરના ૨ થી ૪ દરમિયાન ૩ ઈંચ વરસાદ ખાબકયો છે જ્યારે સાવરકુંડલામાં દોઢ ઈંચ વરસાદ પડયો છે. ખાંભામાં અડધો ઈંચ તેમજ અમરેલી, બગસરા, ધારી, લાઠી, લીલીયા અને વડીયામાં હળવા-ભારે વરસાદી ઝાપટા પડયા છે.

   અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાર થી પાંચ ઈંચ જેટલો વરસાદ વરસતા નદી-નાળાઓમાં ભારે પૂર આવ્યાનું જાણવા મળ્યુ છે.

   જામનગર જિલ્લાના જોડીયામાં બે કલાકમાં ૨ ઈંચ વરસાદ પડયો છે. જ્યારે કાલાવડ અને ધ્રોલમાં ૧ - ૧ ઈંચ વરસાદ નોંધાયો છે. જામનગરમાં અડધો ઈંચ તથા જામજોધપુર તથા લાલપુરમાં હળવા-ભારે વરસાદી ઝાપટા વરસ્યા છે.

   ભાવનગરમાં એક ઈંચ, મહુવામાં દોઢ ઈંચ તેમજ ગારીયાધાર, ઘોઘા, તળાજા, સિહોર, ઉમરાળા, જેસર, વલ્લભીપુરમાં હળવા-ભારે વરસાદી ઝાપટા પડયા છે.

   કચ્છના માંડવીમાં વધુ ૧ ઈંચ વરસાદ પડયો છે. જ્યારે રાપર અને ગાંધીધામમાં અડધો ઈંચ અને મુંદ્રામાં વરસાદી ઝાપટા વરસ્યા છે.

   રાજકોટ જિલ્લાના પડધરીમાં અડધો ઈંચ તેમજ રાજકોટ, ગોંડલ, જામકંડોરણા અને જસદણમાં હળવા-ભારે વરસાદી ઝાપટા વરસ્યા છે.

 (04:43 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS