Samachar Saurashtra

News of Monday, 17th July, 2017

વેરાવળના સુપાસીમાં કતલખાનું ઝડપાયું: મૃત ગાયના અવશેષો મળ્યાઃ ર ગાયને બચાવી લીધી : આરોપી ફરાર

   વેરાવળ તા.૧૭ : વેરાવળ તાલુકાના સુપાસી ગામે વાડી વિસ્તારમાં ગાયોની કતલ થતી હોય તેવી  બાતમી મળતા પ્રભાસપાટણના પી.એસ.આઇ. સહીત સ્ટાફે દરોડો પાડતા ઘટના સ્થળે એક ગામની કુર હત્યા થયેલી ના અવશેષો મળી આવતા ચકચાર જાગી છે.

   આ બનાવમાં ઇબ્રાહીમ ઉર્ફે કાળુ અબા તવાણી, કાસમ અબા તવાણી, હારૂન અબીબ તવાણી, જાફર કાસમ તવાણી, હમીર રહીમ સોલંકી મોડી રાત્રે પોતાના કબજા વાળી વાડીમાં ગાયોની કતલ કરતા હોય તેવી બાતમી મળતા પી.એસ.આઇ. બ્લોચ તથા સ્ટાફએ દરોડો પાડતા પાંચેય આરોપીઓ અંધારાનો લાભ લઇને નાશી છુટેલ હતા સ્થળ ઉપર એક ગાયની કુર હત્યા કરેલ હોય તેના અવશેષો મળી આવેલ હતી અને જીવતી બે ગાયને બચાવી પાંજરાપાોળમાં મોકલી આપેલ હતી સ્થળ ઉપરથી કતલ કરવાના હથીયારો કબજે લીધેલ છે પ્રભાપાટણ પોલીસે પાંચેય આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધ આરોપીને ઝડપવા તપાસ શરૂ કરેલ છે.

   વેરાવળ સુત્રાપાડા તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી ગામ વાછરડાઓ મોડીરાત્રીએ ચોરાઇ જવાનો બનાવોની ફરીયાદો ઉઠેલ છે. અનેક જગ્યાએ ગેરકાયદેસર કતલખાનાઓ ચાલતા હોય તેવી અનેક વખત રજુઆતો થયેલ છે જેથી આ વિસ્તારમાંં સઘન ચેકીંગ હાથ ધરી અને કલતખાનાઓ બંધ કરાવવા માંગ ઉઠી છે.

 (04:31 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS